________________
પંદરયુ. વિશુદશામાં આવતા ચેતનજીના ઉગારો. ૧૫
વળી સૂર્યને ઉદય થવા માંડે છે ત્યારે ચંદ્રની કાંતિ ઝાંખી થતી જાય છે તેમ જ્ઞાનભાનુનો ઉદય થતાં આત્મભૂમિ ઉપરથી વિષરૂપ ચંદ્રની ક્રાંતિ ઝાંખી પડવા લાગી. પાંચ ઇન્દ્રિયેના ત્રેવીશ વિષય છે. રાગ દ્વેષપર જય મેળવવાથી અને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થવાથી વિષ ઉપર પ્રેમ માં થતું જાય છે, વિરસ વિષયપુષ્પ ઉપર મનભ્રમર રખડતે બધ થતું જાય છે, તેને તેમાં પ્રેમ થતું નથી, રાગ તે નથી, આનંદ થતું નથી. પછી આ જીવને ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, રૂપે જોવામાં, સુંઘવામાં કે સાંભળવામાં જે રસ પડતું હતું તે અટકી જાય છે.
હવે તે માત્ર આનંદરાશિ ભગવાન તેને વલ્લભ લાગે છે, બીજા લાખ કરોડ ઉપર તેને પ્રથમ જે રાગ હિતે, તેઓતરફ આકર્ષણ થતું હતું, તેઓ ઉપર લય લાગતી હતી તે સર્વ અટકી ગયું અને હવે તે સર્વ તન પ્રકા લાગે છે, રસ વગરના લાગે છે, દમ વગરના લાગે છે. જ્ઞાનભાનુને ઉદય થતાં આવી રીતે શુદ્ધ ચેતનાને વિરહકાળ પૂર્ણ થાય છે, આત્મવિભૂતિ પ્રગટ થાય છે, વિષયપ્રેમ મંદ થતો જાય છે અને આનંદઘન ભગવાન તરફ એકતાન લાગે છે અને મન અન્યત્ર જ્યાં ત્યાં ભટકતું હતું તે એક ઠેકાણે સ્થિર થઈ જાય છે.
વિષયપ્રતિભાસ કે આત્મપરિણતિમત્ જ્ઞાન થાય ત્યાંસુધી વરતુસ્વરૂપના શુદ્ધ અવબોધ સાથે તેવું વર્તન થતું નથી. અત્ર જે જ્ઞાનભાનુને ઉદય થશે તે તત્વસંવેદન જ્ઞાન સમજવું. વિષયપ્રતિભાસ આત્મપરિણતિમત અને તત્ત્વસંવેદન શાનનું સ્વરૂપ મહું વિચારવા લાયક છે. એના સંબંધમાં હરિભદ્રસૂરિ મહારાજે એક અણક લખ્યું છે તે મનન કરવા એગ્ય છે. સ્થળસંકોચથી અત્ર તેયર વિશેષ વિવેચન કર્યું નથી. તાત્પર્યર્થ એ છે કે વસ્તુસ્વરૂપ ઓળખી, યથાસ્થિત પર વિવેચન કરી, આત્મિક ધમાં અને પગલિક પદાથી સાથે સંબંધ વિચાર, ઓળખ અને બન્નેને ભેદ કરી સ્વને આદર અને પર ત્યાગ કરવો તે તત્ત્વસંવેદન જ્ઞાન છે.
અનુભવ પિતે આ ઉદ્દગાર કાઢે છે અને ચેતનજીને સમજાવે છે કે જ્યારે જ્ઞાનભાનુને ઉદય તમારા ઘટમાં થશે ત્યારે તમારી અત્ર વર્ણવી છે તેવી સ્થિતિ થશે. આ પ્રમાણે ભાવ વિચારવાથી