________________
સાળમુ-] સમતાની સ્વમદિરે પધારવા વિજ્ઞમિ. ૧૪૯ નિહાળું છું, જેમ ચોગી સમાધિમાં સુરત રાખે છે અને મુનિ ધ્યાનની લહેરમાં મન રાખે છે તેમ.”
ભાવ-હે નાથ! મારે તમારા ઉપર એ પ્રેમ છે કે મારી આંખને ફરકાવ્યા વગર, એક ક્ષણ પણ બધ રાખ્યા વગર તારો માર્ગ હું જોયા કરું છું. વિરહી રસી પતિની રાહ જુએ છે, પતિની વાટ જુએ છે, જે દિશા તરફથી પતિ આવવાના હોય તે તરફ જોયા કરે છે. શુદ્ધ ચેતના કહે છે કે હે નાથ! હું તમારા આવવાના માર્ગ તસ્ક આંખને અટકાવ્યા વગર જોઉ છું કે મારા નાથ આ માર્ગે આવશે. સમતાના માર્ગ ઉપર નજર રાખી બેસી રહું છું, સંતોષના માર્ગ તરફ આંખ લગાડી માગપ્રતીક્ષા કરું છું કે મારા નાથ એ માર્ગે પધારશે. વ્રત નિયમના માર્ગે ચક્ષુ સ્થિર કરું છું કે કદાચ નાથ તે રસ્તે પધારશે અને તેમ કરવામાં મારી આંખનું મટકુ પણ હું મારતી નથી. માાં ચહ્ન આપના માર્ગ ઉપર એવાં સ્થિર કરૂ છું કે જેવું યાગીનું સાથે સમાધિમાં અથવા મુનિનું મન ધ્યાનમાં સ્થિર થાય છે. પાતજળ ચોગદર્શનકારે રોગનાં આઠ અંગ જણાવ્યાં છે તેમાં સમાધિ એ આઠમું અગ છે, અને તે મત પ્રમાણે યોગીની એમાં પરિસમાપ્તિ થાય છે. ચોગદર્શનના મત પ્રમાણે વૈગનાં પાંચ અગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ મદાધિકારીને માટે બતાવેલાં છે, જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ તે સર્વ અધિકારીને સામાન્ય છે. પ્રસ્તુત સમાધિનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, લેવાના નિર્માણ જાન્યબવ મારિ ધ્યાન જ્યારે ચેયરૂપ અર્થના આકારને જ નિભસ કરાવે છે અને પિતાના સ્વરૂપથી જાણે શૂન્ય હોય એવું થાય. છે ત્યારે સમાધિ કહેવાય છે. ધ્યાનઅંગમાં અને સમાધિઅંગમાં ફેર એટલો છે કે ધ્યાનમાં કયેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે અથવા બીજી રીતે કહીએ તે ધ્યાનમાં દયેયાકાર વૃત્તિનો પ્રવાહ વિછિન્ન હોય છે અને સમાધિમાં અવિચ્છિન્ન હોય છે. ચગદર્શનના મત પ્રમાણે સમાધિમાં જે શુન્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે જૈન દર્શનના ગજ્ઞાનને ઈષ્ટ નથી, પણ અત્ર તે વિષય પ્રસ્તુત નથી તેથી તેની ચર્ચા પણ અપ્રાસંગિક ગણાય; છઠ્ઠા પદના વિવેચનમાં અને ઉપઘાતમાં તે સબધી કાંઈક ઉલલેખ કર્યો છે. તાત્પયર્થ એ છે કે