________________
ચૌદમુ) ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણું. ૧૩૯ સેનત કરવામાં ભય છે, એના સંસર્ગમાં અપયશ છે, એના પડછાયામાં આવવાથી પણ માનની હાનિ છે. એ મહા ઠગારી, પિતાના કુળને વધારનારી અને ચેતનજીને કદિ ઊંચા ન આવવા દેનારી છે. આ પ્રમાણે ચેતનાને સમજાવે અને એ કુલટાની સોબત છોડાવે. તમે એને સ્પષ્ટ રીતે કહી દે કે કુળવાન માણસે એવી સ્ત્રીને પલે પડવું તે કોઈ પણ રીતે ઉચિત નથી.
આ ગાથા સુમતિ પરભારી ચેતનને જ કહે છે કે એમ ધારીએ તેપણુ અડચણ નથી, કારણકે અનુભવ એ પણ ચેતનને જ વિષય છે. અવસ્થાભેદને લઈને અહીં તેને જાદા જુદા ઉદેશવામાં આવ્યા છે તેથી તે પ્રમાણે અર્થ કરવામાં આવે છે, બાકી વસ્તસ્વરૂપે તે ચેતનને અને અનુભવને ઉદ્દેશીને એક જ વાત કહેવામાં આવે તે વિસંવાદ નથી. આ ગાથા અને હવે પછીની ગાથા ઉક્ત બન્ને રીતે સમજી શકાશે.
હે અનુભવ! તમે એવી અધમ સ્ત્રી સાથેની સખત મૂકાવી દે, છોડાવી દે, તજવી દે અને ગમે તેમ કરી ચેતનજી મારે મંદિર પધારે એમ તેને સમજાવે,
कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी 'पत क्युं हारो आनंदघन समता घर आवे, वाजे जीत नगारो.
अनु० ३ સ્વછંદી વક્ર ગતિવાળી કુમતિની સાથે ખેલ કરીને આપની ઈજત શામાટે બેઈ બેસે છે? આનંદઘન મહાત્મા તે સમતાના ઘરે આવશે અને જીતના ડંકા વાગશે.”
ભાવ-વળી હું અનુભવ! મારા પતિને કહે કે સ્વછંદી, વક ગતિવાળી-મોક્ષથી ઉલટી દિશામાં પ્રયાણ કરનારી કુમતિની સોબત કરીને, તેની સાથે આનંદ કરીને, તેની સાથે ખેલ કરીને તમે તમારી આબરૂ શા સારૂ ગુમાવે છે? એની સાથે સામત કરવાથી તે તમે ભાંડપુત્રીના પતિ કહેવાશે, એમાં તમારે અપયશ થશે. એમ કર
૧ “પત કયુને બદલે અન્યત્ર પતિપુ પાઠ છે, તેને અર્થ પ્રતીત-ઇજત થાય છે. ૩ કુટિલ વક્ર ગતિવાળી પત=ઈજત હાર=ાઈ બેસે.