________________
૧૪૦ આનંદઘનજીના પદો.
[પદ વાનું તમારે કારણ શું છે તે તે મને સમજાવે. મને તમારે માટે બહુ લાગી આવે છે તેથી આટલું કહું છું. તમારા જેવા અલબેલા સ્વામીનાથને મારા જેવી રૂપ સૌભાગ્યવાનું પવિત્ર પતિવ્રતા સાથ્વી સ્ત્રી મળી છે, તમે શ્રદ્ધા, ક્ષમા, દયા વિગેરે મહા ઉત્તમ મારા કુટું બીઓના જમાઈ થયા છે છતાં તમે સ્વછંદી સ્ત્રી જેની ગતિ નિરંતર માણથી પરસૃખ હોય છે તેની સાથે કેમ ખેલ ખેલે છે તેમાં રસ લઈને કેમ સુખ માનો છે?
જુઓ, તમે આનંદના અથી છે, વાસ્તવિક સુખના લાલચુ હો, નિરતર સુખના ઈચછક છે તે વિચારે કે આનંદઘન મહાત્મા જેઓ સચિદાનંદસ્વરૂપ છે તેઓ તે સમતાને મંદિરે પધારશે, તે કદિ પણ માયા મમતા તૃષ્ણા જેવી કુટિલ સ્ત્રીઓના મંદિરમાં આવશે નહિ, તેની સામે દષ્ટિપાત પણ કરશે નહિ અને તેમ થશે ત્યારે જ ખરા વિજયડંકા વાગશે. એવા વિજયના ડંકા કાંઈસાયા મમતાના મંદિરે જવાથી વાગશે નહિ. માટે અનુભવ! તમે તમારા મિત્ર ચેતનજીને કહો કે હવે એ માયા મમતાને ત્યાગ કરી પોતાના કેણુ છે તેને વાસ્તવિક રીતે ઓળખે અને જે મંદિરમાં આનંદઘન ભગવાનને વાસ છે તે સુમતિના મંદિરમાં પધારી પિતાના વિજયડંકા વગાડે
અનુભવને આ સર્વ હકીકત સુમતિ કહે છે તે ચેતનજી સાંભળે છે, કારણકે અનુભવનું સ્થાન તે ચેતન જ છે. વિભાવદશા મૂકી બરાબર અવલોકન કરે એટલે યથાર્થ સ્વરૂપજ્ઞાન થાય તેને અનુભવ કહે છે. ચેતનને જ્યારે એ અનુભવ થાય છે ત્યારે તેને સ્વપરનું સ્વરૂપ બરાબર સમજાય છે. ધીમે ધીમે વિકસ્વરતા પ્રાપ્ત થતી જાય છે અને આખરે આનંદઘનપદપ્રાપ્તિ થાય છે. એ સ્વપાસધાનમાં શુદ્ધ ચેતનાને પણ પરિચય થાય છે અને અપૂર્વ સુખને પ્રત્યક્ષ અનુભવ થાય છે. રહસ્ય આખા પદનું એ છે કે તુણુ કુમતિ વિગેરે વિભાવને ઓળખી તેનો ત્યાગ કરે અને શુદ્ધ સ્વભાવદશામાં રમણ કરવું એ જીવનનું લક્ષ્ય સ્થાન છે અને પરમ સાધ્ય છે.
-
-
-
-
-
-
-
-
-
* અટશને યાદ કરતા કે સારા સારા લાજેનો યાદ કરતા મુખમાં પાણુ છૂટે છે ને તેને ખાતી વખતે પણ ઘટે છે, તે પણ આ બેમાં જેમ ધણ જ આતરે છે. તેમ જ્ઞાન અને અનુભવમાં તફાવત છે