________________
૧૩૪ આનદયનછનાં પદે.
[પદ માગીને પિતાના નિર્વાહ કરે છે. સમાજમાં તેઓ તદ્દન અધમ વર્ગમાં આવે છે અને ભવાયાના નામથી તેઓ ઓળખાય છે. એ ભાંડ સ્થાને અહીં લેભ સમજ. એવા ભાંડ ભવાયાની દીકરીને તેઓના કુળમાં) શિક્ષણ પણું સ્વછતાનું જ મળે છે. હવે એવી કુલટા સ્ત્રી તે તમારા ઘરમાં આવીને શું જ્યારે કરશે? શું ઉજારે કરશે? એ તમારા ઘરનું શું લીલું કરશે? હે અનુભવ! તમે ચેતનજીને કહે કે આવી અધમ સ્ત્રીઓ સાથે તમારે પરિચય કર એ તમને જરા પણ ઘટતું નથી. વળી એ તૃણુ કેવી છે તેનું સ્વરૂપ ચેતનજીને જાણવું હોય તે હજી પણ તેને બતાવે કે એ તૃષ્ણ તે શઠ છે એટલે મૂખી અક્કલ વગરની છે, એને પતિ કે યારને ખ્યાલ પણ નથી; વળી એ મહા ધૂતારી છે, જ્ઞાનધનને ઠગીને હરી જનારી છે અને સર્વ ધન-ઘરમાર લુંટી જઈ પુણ્યધન વગરને કરી તેને બા બનાવી મૂકે તેવી છે તેમ જ વળી જાદા જુદા વેશ કરનારી છળપ્રપચથી ભરેલી અને છળની જ વાત કરનારી તે છે આવી રીતે તે શક છે, ઠગ છે અને કપટી છે, વળી તે ઉપરાંત તે રાગ દ્વેષ અજ્ઞાન વિગેરે પિતાના પીયરીયન પિષનારી છે, વધારનારી છે અને તમારા ક્ષમા, વૈર્ય વિગેરે કુટુંબીઓ સાથે લડાઈ કરનારી છે.
આવી શરમ વગરની, હલકા કુળની, મૂખી, કપટી, લુચી અને પીયરીયાને પિષનારી તુણુ તમારા ઘરમાં શું જયારે કરવાની છે? તમને શું સારા રૂપમાં દેખાડવાની છે? એતે એવી એવી વાત ચુક્તિપૂર્વક કરશે કે તેનું રહસ્ય તમારા ખ્યાલમાં પણ આવશે નહિ કહેશે કે મારા ભાઈ તો બાપડે આજે ઘરેથી જાય છે તે જાતે જતે આવતી કાલે પાછો આવે છે અને તમારા ભાઈને આણુ પાર એણુ પર લાગેલે જ છે. વાત એમ હતી કે પિતાને ભાઈ દરરોજ ઘેર આવતે અને પતિને ભાઈ વરસે બે વરસે આવતે, પણ ભાષાપ્રપેચથી હકીકતને એવા રૂપાંતરથી બતાવવામાં તૃણદિક કપટી સ્ત્રીઓ વાગજાળ પાથરે છે કે જેમાં ભદ્ર જી ફસાઈ જાય છે.
હે અનુભવ! આવી અધમ કુલટા તૃણુ છે એમ મારા પતિ કેમ વિચારતા નથી? એમ તમે તેઓને કહા. વળી કડા કે એ સ્ત્રી તેઓના ઘરને, તેઓના નામને, તેઓની આબરૂને ચગ્ય નથી. એની