________________
તેરમુમમતાસંગમાં રમતા ચેતન માટે સમતાના ઉગારે. ૧ર૯
પદ તેરમું-રાગ સારંગ, अनुभव हम तो रावरी दासी, आइ कहाते माया ममता,
जानुं न कहांकी वासी. अनु० १ “હે અનુભવ! હું તે આત્મરાજની દાસી છું, (પણ) પેલી (પટરાણી) માયા મમતાઓ કયાંથી આવી? વળી તે કયાંની રહેવાવાળી છે તે હું જાણતી નથી.”
ભાવ-હવે ચિતનજી તે ઉપર જણાવ્યું તેમ ચતુર્ગતિ પાટ રમ્યા કરે છે, એ ચારાશીના ફેરામાં ફર્યા કરે છે, પણ એને ભાવવિકન પિ આવતું નથી અને એની બાજી કાચી રહ્યા કરે છે. મમતા માયાના સંબંધમાં પડી પાટ ખેલ્યા કરે છે, પણ સુમતિની વાત સાંભળતા નથી. સુમતિએ શ્રદ્ધાને અનુપમ રૂપમાં આવે ત્યારે ચેતનની સ્થિતિ બતાવી, પણ એ તે કાંઈ વાત સાંભળતા નથી, એ અનુભવમાર્ગ પર આવે ત્યારે તેની લડાઈનો હેવાલ આપે પણ ચેતન તે માયા મમતામાં ફસી ગયા છે, એ બધી વાત ધ્યાનમાં રાખી સુમતિ આજે અનુભવને કહે છે. આ પદમાં સુમતિ અને અનુભવ વચ્ચે જે વાતચીત થાય છે તે આનંદઘનજી મહારાજે ચીતરી છે તે પર ધ્યાન આપવા ગ્ય છે.
સુમતિ કહે છેહે અનુભવ! હું તે આત્મરાજચેતનજીની દાસી છું-કિકરી છું, નિરંતર તેમની સેવામાં તત્પર છું. તેઓ મને જે આદેશ આપે તે કરનારી છું. અથવા અનુભવરાજ! તે તમારી દાસી છું, તમારી આજ્ઞા પ્રમાણે વર્તનારી છું. જો તમે મંદ હે તે હું પણ મંદ હોઉં છું અને તમે તીવ્ર છે તે હું પણ તીવ્ર હોઉં છું. મારે અને તમારે આ સંબંધ સુપ્રસિદ્ધ છે. પણ માયા અને મમતા ચેતનજીની પટરાણુઓ હાલ થઈ બેઠેલી છે તે કયાંથી આવી છે અને કયાંની રહેનારી છે તે હું જાણતી નથી. માયા એ છળ પ્રકૃતિ છે, હું કહેવરાવનાર છે. મમતા એ મારાપણું છે, મેહ રાજાને એ મંત્ર છે
૧ રાવરાના રાવરીશાની, આત્માનની કહાં ક્યાથી કહાંકી=જ્યાની વાસી રહેવાવાળ.
હ