________________
૧૨૮
આનંદધનજીનાં પદો.
[પદ ભાવોચા નજીક આવ્યા ગણાય છે. આ ભાવલેક્ષા પ્રાપ્ત કરવારૂપ પગ પણ તેણે મેળવવાનું છે. - હે આનંદઘન નાથી આવી રીતે હું એદિયાદિ તિર્યંચગતિમાં અને નારકીમાં રખડ્યા, કોઈવાર મનુષ્ય થ અને મહર્થિક દેવ પણ થયે અને કોઈ કોઈ વાર તે સંસારના છેડે આવી પહોંચે, પણ સદસદ્વિવેક મને પ્રાપ્ત થશે નહીં, તેથી પાછા વળી ચકભ્રમણમાં પડી ગયે. આપ કૃપા કરી હવે મારા રાશીના ફેરા અળસાવી દે, મને ભાવવિક પ્રાપ્ત કરાવી આપે અને આ મારી ચોપાટની બાજીમાં એક પિ ખાતર મારે આટલી વાર ખડું કરવું પડે છે, પાછા ફરવું પડે છે અને રખડપટ્ટી કરવી પડે છે તે કઈ રીતે મારાપર કૃપા કરીને અટકાવે. મારી સંસારબાજી જીતી જાઉં અને મારા ભવના ફેરા મટી જાય એમ કોઈ પણ રીતે કરી મારી લાજ રાખે. એક વખત જે મને ભાવવિવેક પ્રાપ્ત થશે. તે પછી ત્યાગ કરવા અને આદરવા ચગ્ય વસ્તુનું વરૂપ સમજી હું લાયકને આદરીશ, નાલાયકને ત્યાગ કરીશ.
સુમતિ કહે છે કે પ્રાણુ આ પ્રમાણે પાટ ખેલે છે, ચારે ઘરમાં ફરે છે, પણ જ્યાં સુધી એને ભાવવિવેકનું પિ આવતું નથી ત્યાં સુધી એની બાજી કાચી છે, હજી તેને તે પિ મળ્યું નથી પણ જે આનઘન ભગવાન એને પિ બતાવે તે આ જીવ બાજી જીતી જાય, એનું કામ થઈ જાય અને એ પછી રાજી થઈને ગાજી ઉછે. ચેતન! તમારે હાલ વખત છે, તમે ગમે તેમ કરીને પ્રભુચરણવા કરી આનંદઘન પ્રભુ પાસેથી પિનું દર્શન કરી તેને પ્રાપ્ત કરે.
ચેતનાને ઉપદેશ આપવા અને વસ્તસ્વરૂપને ચગાળે ખ્યાલ આપવા માટે આનંદઘન મહારાજે ચાપાટ જેવી રમતને જે ચાનાર્થ કયો છે તે બતાવી આપે છે કે ચેતનજીને સમજાવવા માટે પરમ ઉપકારી મહામા તેના પરિચયવાળી રમતગમતની વસ્તુને પણ કે સુંદર ઉપગ કરે છે. લક્ષ્યાર્થી મુમુક્ષને ઉપદેશ લેવા માટે નિર્માલ્ય દેખાતા પદાથી પણ ઉપરોગી નીવડે છે. પ્રત્યેકબુદ્ધ જીવે સંસારના કેઈ છવ અથવા વસ્તુને જોઈને પરપદેશની અપેક્ષા વગર તરી જાય છે. આ પદનો આશય વિચારી સર્વ વસ્તુમાંથી સાર ગ્રહણ કરવાને અભ્યાસ પાડ,