________________
૧૩૪ આનંદઘનજીનાં પદે.
[પદ વળી તેઓ મમતા માયાની સોબતમાં પડી એક મિનિટમાં એટલે કર્મબંધ કરે છે કે માર મદિરે તેમને પધારવાનો સમય વરસથી લંબાતો જાય છે.
હે અનુભવ! આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. મારે પતિ જે શુદ્ધ દશામાં આવી જાય, માયા મમતાને સંગ મૂકી દે અને ગુણ ગ્રહણ કરવા લાગે તે તેઓ પોતે જ આનદઘન છે, આનંદના સમૂહ છે, સિદ્ધ દશાના જોગવનાર છે. તેમણે જાણવું જોઈએ કે હું જ ખરી તેમના ઘરની સ્ત્રી છું, તેમની પટરાણી છું, તેમના હૃદયમાં જગા કિનારી છું, તેઓને ચગ્ય છું, તેઓની કીર્તિ અને ખ્યાતિ વધારનારી છું અને માયા મમતા કે બીજી કઈ પણ તેઓના પ્રેમનું પાત્ર હાલ બની હોય તે સર્વ ગપ્પા સખ્યા છે, લબાડપણું છે, ગાલ પુરાણ જેવું છે, છેતરપીંડીને બંધ છે, માત્ર ખાલી બકબકાટ છે, એમાં કોઈ દમ જેવું નથી, એમાં કાંઈ સાર જેવું નથી, એમાં કાંઈ તવ જેવું નથી. જે સ્ત્રીએ મારા પતિની સ્ત્રી કહેવરાવવાને ચગ્ય પણ હાથ, જે કુળવધુના નામને પણ લાયક ન હોય, જે શુદ્ધ પતિપ્રેમ, પતિપરાયણ, પતિભક્તા ન હોય તેને સ્ત્રી કહેવી તે માત્ર વાજાળ છે, શબ્દાર્થનું અજ્ઞાન છે અને અસત્ય વચનવિન્યાસ છે. સુમતિ અનુભવને ઉદ્દેશીને બેલતાં બોલતાં આવેશમાં આવી જઈ ઉદગાર કાઢે છે કે હે આનંદાન ભગવાન ! મારા નાથ! મારા પતિ! હું તમારા ઘરની ખરી સ્ત્રી છું અને આ બીજી તે લબાડ સ્ત્રીઓ છે, એનું સ્વરૂપ તમે સમજે, વિચારે, ધ્યાનમાં લાવે
આમા પદમાં કહેવાને આશય એ છે કે માયા મમતામાં મસ્ત રહેનાર ચેતન તેનું વાસ્તવિક સ્વરૂપ સમજતો નથી, તેનું પરિણામ સમજતું નથી, તેનાથી થતે સંસારસંધિ (સંસારવૃદ્ધિ) ધ્યાનમાં લાવતું નથી અને તેથી સ્વપરનો ખ્યાલ કર્યા વગર નિરંતર પરવસ્તુને પિતાની માની તેમાં રમણુતા કર્યા કરે છે, તેની પ્રાપ્તિમાં આનંદ માને છે અને તેના વિચાગમાં શૂન્ય હૃદયને થઈ જાય છે. આના પરિણામે એની પરિણતિની નિર્મળતા થતી નથી, એને વસ્તુવરૂપનું ભાન થતું નથી અને સમતાની સાથે તેની પીછાન થતી નથી. જીવનને સારે પ્રાપ્ત કરે છે, જીંદગીને સરવાળે કાંઈ જમે કરી લઈ જવું