________________
ચૌદમું] ચેતનને સમજાવવા અનુભવને પ્રેરણ. ૧૩૫ હોય તે સુમતિનું સ્વરૂપ ચેતનજી! સમજે અને તેને મંદિરે પધારે. સુમતિ અથવા સુમતા હજુ પણું ઉદ્દગારરૂપે અનુભવને વિશેષ કહે છે, તે માટે નીચેનું પદ વાંચ. એમ કરવાને હેતુ એ છે કે એથી જે ચેતનજી બરાબર માયા મમતાને ઓળખી જઈ તેને સંગ છોડતા જાય તે પરિણતિની નિર્મળતા કરી છેવટે શુદ્ધ ચેતના સાથે પ્રેમમાં પડી રહે અને આ ચક્રભ્રમણને છેડે લાવે.
પદ ચૌદમું. રાગ-સારંગ, अनुभव तुं है हेतु हमारो. अनु० आय उपाय करो चतुराइ,
औरको संग निवारो. अनु० १ હે અનુભવ! તું અમાશ (મારે અને ચેતન) હિતસ્વી છે, (તે) ચતુરાઈથી લાભવૃદ્ધિને ઉપાય કરે અને બીજાઓની સેબત અટકાવી દે
ભાવ-હજુ પણ અનુભવને ઉદ્દેશીને સમતા વધારે વાત કહે છે. હે બંધુ અનુભવ! તું અમારા બન્નેને ખરેખર હિત કરનાર છે. મારા પતિનું અને મારું શુભ ઈચ્છનાર જે ખરેખરું કેાઈ હેય તે તે તું જ છે. જેમ અનુભવ વધે તેમ ચેતન સુમતિને મંદિરે વધારે આવે, સુમતિ સાથે પ્રેમ વધારે બતાવે અને સુમતિને પિતાની સ્ત્રી તરીકે સવિશેષપણે સુખ આપે. અનુભવ મિત્ર! આ હકીકત તું સારી રીતે જાણે છે, માટે વિચક્ષણતા વાપરીને કેઈએ ઉપાય કરે કે મારા પતિના સંખપ લાભ મને પ્રાપ્ત થાય. મિત્રની ફરજ છે કે પોતાના સ્તદારને હરઈ પ્રકારે લાભ થાય તેવો ઉપાય તેણે ચિંતવી આપ, જી આપ-ગોઠવી આપ. વળી અનુભવ મિત્ર! જ્યારે તમે મારું અને મારા પતિ બન્નેનું શ્રેય ઈચ્છે છે તે સાથે એ પણ ઉપાય છે કે એ માયા મમતાનો સંગ મૂકી દે.
૧ હેતુ=હિતકારી, વૃદ્ધિ કરનાર, હિતગારી આય=પ્રાપિ, લાભ-તેને ચતુરાઈ વિચક્ષણતા. ઔર =બીજાને સગાબત નિવાર અટકાવે.