________________
૧૨૪
આનંદઘનજીનાં પદે.
પદ કહ્યું કે ગુચ્છામાં જાંબુ છે તેને જ તેડી પાડે ને આપણે માટી કે નાની ડાળીઓનું શું કામ છે? પાંચમાએ કહ્યું કે આપણે તે ગુચ્છાનું પણ શું કામ છે? જાંબુને જ નીચે પાડ કે જે ખાઇને આપણે ધરાઈ જઈએ. છઠ્ઠાએ કહ્યું કે આ નીચે ઘણું જ પડ્યાં છે તેજ વીણીને ખાઈએ, ઉપરથી જંબુ પાડવાનું પાપ આપણે શામાટે વહારવું જોઈએ? આ છએ માણસે અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્ધ અને શલ લેસ્થાવાળા સમજવા. આ જાણુના દ્રષ્ટાંતનાં ચિત્રો પણ જોવામાં આવે છે જેથી આ હકીકત બરાબર સમજાઈ જાય છે. આ પ્રમાણે લયાની જે હકીકત લોકપ્રકાશ ગ્રંથને આધારે બતાવી છે તેમાંની કેટલીક સાગઠાંગાજીની રમતમાં ઘટાવી છે અને કેટલીક બાળ રમવાની જાદા જુદા દેશની પદ્ધતિ જુદી જુદી રહેવાથી સમજાઈ શકી નથી તે વિદ્વાન વાંચનારે ઘટાવવા યત્ન કરો. બાકી સોગઠીના રગને લેશ્યાના રંગ સાથે પૂરતે સંબંધ છે એમ તે સ્પષ્ટ જણાય છે.
પાટના સંબંધમાં આપણે હવે કેટલીક રમત જોઈએ. રમત રમતાં રમતાં કોઈવાર જૂદી જાડી ચાલો ચાલતાં નવા નવા આવિર્ભાવ થાય છે. ચારે પટમાં થઈને ચોરાશી ઘર છે તે આપણે જોયું છે. લીલી સોગઠી ચોરાશી ઘરે ફર્યા કરે છે, તેને આરે આવતું નથી, તેવી જ રીતે નીલ શ્યાવાળા જીવે ચારાશી લક્ષ છવાયેનિમાં ફર્યા કરે છે, પણ તેના આંટા પૂરા થતા નથી, એક એનિમાંથી કાળ કરીને બીજીમાં જાય છે અને એ પ્રમાણે કર્યા જ કરે છે, પણ તેને છેડે આવતા નથી. નીલ લેયા અશુભ છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં
જીવ આ લેગ્યામાં વર્તતે હાથ છે તેથી તેને અંત આવતો નથી, -તની બાજી પૂરી થતી નથી, એ તે ચક્રમાં ભમ્યા જ કરે છે.
વળી કાળી સોગઠી જોડીને તેડતી નથી, એ જુગમાં જ ચાલ્યા કરે છે. બન્ને સાગઠી સાથે હોય ત્યાંસુધી તે કર્યા કરે છે. મતલબ તે દુર્ગતિ સાથે પિતાને સંબંધ કહિ છોડતી નથી. સર્વથી ભયંકર કૃણ લેડ્યા છે તેથી તેને દુર્ગતિ સાથે વિચાગ થ સંભવ નથી. આવી રીતે કૃષ્ણ અને નીલ વેશ્યાવાળા છે તે દુર્ગતિમાં રખડ્યા કરે છે, બાજીમાં આ ઘરમાંથી બીજામાં અને ત્યાંથી ત્રીજામાં એમ ચાલ્યા કરે છે પણ તેને અંત આવતું નથી.