________________
બારમું]
આનંદલનછ અને ચાપાટ
૧૨૩
વર્ગણાને પદ્મ લેશ્યા કહેવામાં આવે છે અને ગાયનું દૂધ, સમુદ્રન ફીણુ અથવા દહીં જેવા ઉજજવળ વર્ણવાળી વર્ષાના આદર પિ ણામને શુક્લ લેશ્યા કહેવામાં આવે છે. કૃષ્ણ, નીલ અને કાપાત એ પ્રથમની ત્રણ અશુભ લેફ્યા છે, આત્માના અધમ આદર પરિણામ ચાાંતર્ગત દ્રવ્યને લીધે થયેલા છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ જીભ વૈશ્યાઓ છે. હવે એ છ લેશ્યાના રસાદિ ખતાવે છે. કૃષ્ણ લેશ્યાના રસ તદ્ન કડવા, નીલ લેશ્યાના રસ તદ્દન તીખા, કાપાત લેશ્યાના રસ આમળા જેવા કસાયલા, તેજો લેશ્યાના રસ કેરીના રસ જેવા, પદ્મ લેશ્યાના રસ મદિરા જેવા મધુર અને શુકલ વૈશ્યાના રસ શેલડીના રસ જેવા મિષ્ટ હાય છે, પ્રથમની ત્રણ લૈશ્યા અતિ દુર્ગંધી અને મલિન છે તેમ જ તેઓના સ્પર્શે ઠંડી, લુખા અને જા પણ પસંદ આવે તેવા નથી; તેથી ઉલટી ખાકીની ત્રણ લેશ્યાગ્માની ગંધ અતિ સુંદર, સુગંધી યુક્ત અને નિર્મળ છે તેમ જ તેના સ્પર્શ. સ્નિગ્ધÜષ્ણુ છે. આપણે અનુભવ ઉપરથી જોઈ શકીએ છીએ કે જેવા જેવા વિચારા થાય છે તે પ્રમાણે સુખાકૃતિ ઉપર રંગ ફેરફાર થયા કરે છે. એ લેશ્યામાં વતતા જીવાનું વર્તન કેવું હાય છે, તેની દશા કેવી હાય છે, તેની સ્થિતિ કેટલી હાય છે વિગેરે ઘણી ઉપયેગી. હકીકત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના લેશ્યાઅધિકારથી જાણવી. અત્ર સિદ્ધાંતમાં બતાવેલ એક દ્રષ્ટાંત બહુ ઉપચેગી હોવાથી તે સંક્ષેપથી બતાવીએ, જેથી જૂદી જૂદી લેશ્યાઆમાં વર્તતા જીવાના અભિપ્રાય સમજાશે. છ મનુષ્યા ભૂલા પડીને મહા ભયંકર અટવીમાં આવી પડ્યા અને અતિ ભૂખ્યા થવાથી ચારે દિશામાં ખાવાનું શોધવા લાગ્યા. ચેાતરફ નજર ફેલાવતાં તેઓએ એક જાંણુ વૃક્ષ જોયું. તેના ઉપર જાંબુ, લટકી રહ્યાં હતાં અને તે વૃક્ષ જાણે વટેમાર્ગુને પેાતાના તરફ આમત્રણ કરતું હાય તેવું સુંદર દેખાતું હતું. તે જોઈ એક વટેમાર્ગુએ કહ્યું કે આ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું હાય તે આપણને જાંજી, ખાવાની બહુ મજા આવે. ખીજાએ કહ્યું કે આખુ વૃક્ષ શામાટે પાડી નાંખવું? જે માટી ડાળેામાં કૂળ છે તેને કાપી નાંખે. ત્રીજાએ કહ્યું કે માટી ડાળીઓનું આપણે શું કામ છે? નાની નાની ઢાળીપર જાંણ્યુ છે તેને કાપી કાપીને નીચે નાખા એટલે આપણું કામ થશે. ગ્રંથાએ