________________
૧૨૦ આનંદઘનજીનાં પદે.
[૫૬ બધા પાસાને ગણશે તે પણ આ પ્રમાણે જ હિસાબ આવશે. પાસા ગણવાનેદા ચલાવવાને આ જ વિચાર છે એ વિવેકપૂર્વક ગણનાર એટલે ખરું ખોટું પારખનાર સમજી શકશે, મતલબ ન્યાસુધી દા લીધા કરવાને હશે ત્યાંસુધી રમનારને સાતે ગતિમાં રખહવાનું થશે, માટે કઈ રીતે દા લેવા ન પડે એ પ્રયત્ન કરશે.
આ પાસા ગણવાને વિવેક બીજી રીતે પણ સુચવી શકાય છે, પાંચ ઇદ્ધિાપર જય મેળવવારૂપ પાંચ દાણુ આવે એટલે રાગ
ષના ખભે દાણુ નીચે દબાઈ જાય છે. તેવી જ રીતે ષડ્રિપુપર ન્ય કરવારૂ-કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર૫ર જય મેળવવારૂપ છ દાણુ આવે એટલે એક મનપર જય થવારૂપ એક દાણ નીચે દબાઈ જાય છે અર્થાત મનને જય થઇ જ જાય છે. તેવી રીતે દાણા ગણવાને વિવેક પ્રાપ્ત થાય એટલે પાંચ ઈદ્રિય અને ષડ્રિપ પર જય મેળવવાનું બની શકે એટલે પછી મને નિગ્રહ દ્વારા આત્મસંયમ થઈ પરમ સાધ્ય પ્રાપ્ત થાય છે.
અથવા પચમ ગુણસ્થાનક પ્રાપ્ત થવા પાંચ દાણા આવે એટલે દેશવિરતિ ગુણ (પાંચમે ગુણસ્થાનકે) પ્રાપ્ત થાય એટલે અપ્રમત્ત અવસ્થા (સાતમે ગુણસ્થાનકે) પ્રાપ્ત થતાં વાર લાગતી નથી અને તે અવસ્થામાં પ્રમોદ થતાં જીવ જ્યારે ક્ષપકશ્રેણી માંડી તેમાં છ દાણાને ઉમેરે કરી દે છે એટલે એકદમ સાત ને છ તેર થાય એટલે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી ચાર અઘાતી કર્મ સહિત શેડો વખત ત્યાં રહે છે અને છેવટે એક દાણે તેમાં વધારી ચતુર્દશ ગુણસ્થાનક અગી કેવળીદશા પંચ વાક્ષર કાળ પર્વત અનુભવી સાધક દશામાંથી સિદ્ધદશામાં ચાલ્યા જાય છે. આવી રીતે ચૌદ દ્વાણુ મેળવવાથી તેને સરવાળો કરવાથી બરાબર વિવેકપૂર્વક તેની વ્યવસ્થા કરવાથી હિસાબ બરાબર થઈ જાય છે, હિસાબને છેડે બે લીટીઓ દેરાઈ જાય છે અને કર્મનું ખાતું ખલાસ થાય છે. વિવેકપૂર્વક જેને એ હિસાબ કરતાં આવડે તેનું એમાં કામ છે. જે દાણા ગણુને સરવાળો કરી બરાબર સેગડી ચલાવતાં ન આવડે તે વળી રખડપટ્ટો થાય છે, માટે સેગડી ચાલવાને વિવેક શીખે, તેનાં બધાં ઘરે ઓળખે, તેને કેનાથી ભય છે તે સમજે, તે ભયમાંથી મુક્ત થવા