________________
અગીઆરમુ) ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન. ૧૯ બખતર પહેરીને સત્તાના ક્ષેત્રમાંથી પણ કર્મોની કાપણી કરવા માંડી. બારમે ગુણસ્થાનકે તે સત્તામાંથી પણ કમને દુર કરી નાખે છે, કારણકે એના હાથમાં તરવાર છે, માથે મોડ માંડ્યા છે, મસ્તકપર ટેપ પહેયોં છે, શરીરે બખતર પહેરી લીધું છે અને પગે લોટ લગાવી સુરવાળ ચઢાવી દીધા છે. પછી તે તેણે શુરવીર ક્ષત્રીય બહાદુરની પેઠે કર્મશત્રુની એવી કાપાકાપી ચલાવી કે તે યુદ્ધને જેનારા જે મહા પુરૂષ હતા તેઓના મુખમાંથી પણ નીકળી ગયું કે “અહે! અહે! ભાઈ! તમે તે ખૂબ કરી, બહુ માટે જય મેળવ્યો ભારે કામ કર્યું! તમે તે બહુ જાગ્યા! ખરેખરા જાગ્રત થઈ ગયા! મહા આશ્ચર્યકારી કામ કર્યું.”
આત્મા જ્યારે સાતમા ગુણસ્થાનકથી આગળ વધી આઠમે નવમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી માંડી વધે છે ત્યારે કમની તે ખરેખરી કાપણું જ કરે છે, એક અંતર્મુહર્તમાં એટલાં કમોને ખપાવી દે છે કે તેને ખ્યાલતેની સંખ્યાને ખ્યાલ આવી મુશ્કેલ છે. તે તે પછી સુમતિને પણ બાજુ પર મૂકી દઈ શુદ્ધ ચેતના સાથે જોડાઈ જાય છે, તેરૂપ થઈ જાય છે, તેમય થઈ જાય છે. એ વખતે એના ખરેખરા કુટુંબીઓ દીક્ષા, જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, સંતેષ વિગેરે મેઢામાંથી “અહો અહે એમ બોલી જાય છે. આ જીવના અત્યારે તે ક્ષેધ, માન, માયા, લેભ, હાસ્ય, ભય, શોક, દુગચ્છા, રતિ, અરતિ, વેલ, વિગેરે સગા થવા આવે છે, પણ તે ખરેખરા સગા નથી, ખરા સગા તે દશ યતિધર્માદિ છે, જે આ જીવનું નિરંતર શ્રેય ઈછી તેના સુખમાં આનદ : માને છે અને તેને સુખ થાય તેવી સ્થિતિ સાથે જોડી આપે છે. તેઓ સમજે છે કે ખરેખર, હવે ચેતન જાગ્યા તે ખરા, હવે જરૂર શુદ્ધ ચેતનાના ઘરમાં પધારી તેને નિરંતરને માટે સુખી કરી દેશે એ વાતમાં સંદેહ લાગતું નથી. આવા તેના વિચાર સાથે ચેતનજી, કર્મની જે કાપણું કરવા મંડી ગયા છે તે જોઈ તેઓના મુખમાંથી આશ્ચર્યોદ્દગમ નીકળે એ તદ્દન સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ જ્યારે કે લડાઈ જીતે છે ત્યારે તેને જય જયારવ થાય છે અને તેને અભિનંદન અપાય છે તેવા પ્રકારના અભિનંદનનું આ વચન સમજવું.
જીવનને સુખ્ય હેતુ જ્ઞાનદષ્ટિ જાગ્રત કરી સંયમમાર્ગ આદરી