________________
નવમુ] સમતાસગ અને મમતાસંગ–એક સરખામણી. હ૫ તમને વિવિધ પ્રકારે સંતાપ આપશે. ઉપર જણાવ્યું તેમ તે તમને ચારે ગતિમાં ધકેલા ખવરાવશે, તમારી સાથે વિષચકષાયને જોડી દેશે, તમને પ્રમાદમદિર પાઈ ચકચૂર બનાવી ભાન ભૂલાવી દેશે, તમને વિવેક સાથે સંબંધ પણ કરવા નહિ દે અને તેવી રીતે તમને નીચા અને નીચા ઉતારી છેવટે તમને સસારસમુદ્રમાં હબાહી દેશે (નિગોદમાં પહોંચાડી દેશે, અને તે વળી તે સાથે તમારે ગળે
એ પથ્થર બાંધશે કે તમે કદિ ઊંચા પણું નહિ આવી શકે. તમને ઊંચા આવવાને ખ્યાલ પણ નહિ આવે અને તે પ્રમાણે અધમ સ્થિતિમાં રહી અહાનિશ સુખ પામ્યા કરશે.
આવી રીતે મમતા અનેક પ્રકારે સંતાપ આપનારી છે અને વધારે સંતાપ દેનારી થઈ પડશે તેને વિચાર કરે. હરવિધિને હરેક પ્રકારે એ અર્થ કરીએ તે પણ હરેક પ્રકારે અહિત કરનાર મમતા છે એમ તેને ભાવ આવે છે એટલે સંતાપ આપવામાં તે કઈ બાબતની કચાશ રાખતી નથી, તેના હાથમાં જે ઉપાય આવે તેને તે પ્રાગ અજમાવી લે છે. મમતા આવી છે તેથી હરેક પ્રકારે તેને ત્યાગ કર ઉચિત છે. આ અર્થ હરવિધિને કરેલા જુની પ્રતમાં છે. અથવા પ્રથમ પંક્તિને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય. “મમતા દાસી છે, અહિત કરનારી છે તેને વિધિપૂર્વક દૂર કરી
હે નાથી અત્યારે તે તમે વિષયકષાયમાં ડૂબી ગયા છે પણ તમારે શુદ્ધ સ્વરૂપ આનદમય છે, પરમાત્મ સ્વરૂપ છે, શુદ્ધ નિરજન છે તેને ઉદ્દેશીને હું કહું છું કે હે આનંદઘન નાથ! મે આપને ઉપર વિનંતિ કરી તે આપે સાંભળી, તે મારી માગણી તરફ ધ્યાન આપે અને મારી સામું જુએ. હું તમને બરાબર કહું છું કે તમારું ખરેખરૂં હિત કરનાર સમતા સિવાય બીજું કોઈ નથી. તમે ગમે તેની પાસે જો, ગમે તે ક્રિયા કરશે, ગમે તેટલાં અનુષ્ઠાન કરશે, પણ જ્યાંસુધી તમે સમતાને સંગ કરશો નહિ, ત્યાંસુધી સર્વ ફાંફાં છે; કારણકે તેના કુટુંબીઓ સારાં છે, તે સારી છે અને તે તમારી પિતાની છે, તમારાપર સવાભાવિક, નિષ્કત્રિમ પ્રેમ રાખનારી છે અને તે હું પોતે જ છું, મારા અને સમતાનો અભેદ છે, માટે નાથ!
* આ અર્થ પણ બંધ બેસતે છે જે સબધ જેવાથી સમજાશે