________________
દશમુ.! ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન. થઈ જાય છે, ગમે તેવી શક્તિવાળો હોય તે પણ તે અશક્ત થઈ જાય છે અને જાણે તેની બુદ્ધિ આગળ જરા પણ વધી શકતી ન હોય તે તે થઈ જાય છે. ચેતન પશુ મમતાની સોબતમાં હોય છે ત્યારે ઈંસ જે નરમ થઈ જાય છે, તેની સાથે લટી પડે છે, તેના સંબંધમાં આવવાથી જાણે તેમય જ હોય તેમ વર્તન કરે છે. જો કે એ મારા પતિ મોહન છે એટલે સર્વને મોહ પમાડે તેવા– આકર્ષણ કરે તેવા સુંદર છે, ગુણના રેહણાચળ છે અર્થાત ગુણરૂપી રત્નની ખાણ જેવા છે અને સહન એટલે અંદર ગતિવાળા છે, છતાં
જ્યારે મારી શકે તેની પાસે હોય છે ત્યારે વિભાવદશાનું જોર એના પર એટલું બધું થઈ જાય છે કે જાણે પિતે તદ્રુપ હોય તે તેને દેખાવા લાગે છે, તેના વર્તન, વાણું અને વિચારે મમતામય હેયસંસારમય હોય તેવા દેખાય છે, તે જાણે સ્વભાવદશામાં વર્તતે હેય, જાણે મમતા એ જ એની સ્વભાવદશા હોય એવે એ અનાદિ વિભાવને લીધે થઈ જાય છે અને જ્યારે મારા સંબંધની વાત એની પાસે કંઈ કરે છે, મારું નામ કઈ તેની પાસે લે છે, મારી સાથે રમણ કરવાની કે તેને સૂચના કરે છે ત્યારે તે તે એ કહેર બની જાય છે કે તે વાત તરફ ધ્યાન પણ આપતો નથી, તે તરફ રૂચિ બતાવતું નથી અને તે ભાવમાં રમણ કરવાનું મન બતાવતું નથી. મારી શેકના સંબંધમાં હેય ત્યારે તે શહેરમાં આવી જાય છે અને મારી વખતે તે જાણે અણમાનીતી સાથે વર્તન કરવું હોય તે કડક બની જાય છે, મારાં બતાવેલાં એનામાં સ્વભાવે રહેલાં છે તેવાં શાંતિ, ક્ષમા, દયા, બ્રહ્મચર્ય, સત્યાદિ ગુણે તે પિતામાં પ્રક્ટ કરતું નથી, ઉગાડતું નથી, વિકસ્વર કરતા નથી. મમતાના સંબંધમાં જે તે પિનરમ હૃદયને થાય છે તે જ મારા સંબંધમાં કાર હદયને (hard-hearted) તે થઈ બેસે છે. આ પ્રમાણે અર્થ કરવામાં બીજી ગાથામાં રહેલ પદને અર્થ જરા ખેંચ પડે છે તે વિચારવા જેગ્ય છે, બાકી સામાન્ય રીતે એ અર્થ આગળના પદ સાથે અને વસ્તુરચના સાથે બહુ અનુરૂપ થઈ પડે છે.
चेतन गात मनात न एते, मूल वसात जगात वढाके