________________
૧
આનંદઘનજીના પદે. વાત કરે છે. હા ! આવી રીતે ચેતન અને મારી વચ્ચે પડી દલાલદતીનું કામ કરનાર કોઈ નથી, તેઓ તે મમતાના મંદિરે પડ્યા રહે છે અને મારા સબધી વાત આવે છે કે તે કઠોર બની જાય છે. હું તે તેમને રીઝવવા ગાયન ગાઉં છું, સમજાવું છું, પગે પડું છું, પણ તેઓ મારી વાત તરફ લક્ષ્ય આપતા નથી. જો સખિ! તેઓ દર ઊભા ઊભા આપણી વાત સાંભળે છે, આટલી આટલી મેં તારી પાસે વાત કરી તે તેઓએ સાંભળી છે તે પણ તેઓ આંખ આડા કાન કરે છે, મારા મંદિરે પધારતા નથી, ત્યારે હવે તે શું હું તેલ વગાડું? મેં આટલી વિનતિ કરી, મારે તેઓ સાથે સંબંધ તેઓને બતાવી આપે, મમતા તેઓની વગેવણી અને હાંસી કરાવે છે એ બતાવી આપ્યું અને હું તેનું એકાત ચય કરનાર છું એમ સ્પષ્ટ સમજાવી આપ્યું, છતાં પણ મારા પતિ તે મારા તરફ કઠેર જ રહે છે ત્યારે સખિ! મારે તે હવે શું ઢોલ વગાડ?
અમુક મનુષ્યની વિનતિ કરવા છતાં પણ તે માને નહિ ત્યારે આ પ્રમાણે કહેવાને પ્રચાર છે કે ભાઈ! હવે તે શું ઢોલ વગાડીએ? અમારાથી બને તેટલું કર્યું, બને તેટલી રીતે સમજાવ્યા, છતાં પણુ એ ભાઈશ્રી તે માનતા નથી ત્યારે શું કરીએ? શુદ્ધ ચેતના તે ભાષાનો ઉપયેાગ કરી કહે છે કે આટઆટલી વાત મેં મારા પતિને હે સખિ! ઘણીવાર કહી પણ તેઓ તે મારા મદિર પધારતા જ નથી. સખિા બેનહું મારા દુખની વાત તે કેટલી કહું? હવે તે કેઈ છેલ વગાડે તે જરી વાત છે, મારી કથા કહેવામાં તે કઈ વળે તેમ લાગતું નથી.
આ પદને આ પ્રમાણે અર્થ વધારે સમીચન લાગ્યા છે, તે આગળ પાછળના પદ સાથે અને ગ્રંથકારની રચનાના મુખ્ય તત્વ સાથે બરાબર બંધબેસતા આવે છે એમ મને લાગે છે. હવે આ પ્રમાણે શુદ્ધ ચેતના અને શ્રદ્ધા વચ્ચે જે વાત થઈ તે ચેતને ર રહી સાંભળી તેનું પરિણામ શું આવે છે તે આપણે આગળ જોઈએ છીએ.