________________
૧૦
આનંદઘનજીના પદા.
[ પદ
માટું યુદ્ધ કરવું પડે છે તેનું વર્ણન પણ આપે છે. એ વર્ણન મનન કરવા લાયક છે. આત્માએ અનુભવની રીતિ કાંઈક ગ્રહણ કરી છે, તે માર્ગપર આવવા લાગ્યા છે, તેની જ્ઞાનદશા જાગ્રત થઈ છે. તેણે જ્યારે અનુભવની રીતિ આદરવા માંડી ત્યારે તેને તુમુલ યુદ્ધ થયું. અગાઉ રાજા લડવા જતા ત્યારે માથા ઉપર ટાપની આગળ મેાડ બાંધતા હતા, જે રાજ્યચિહ્ન ગણાતું હતું. હાલમાં લગ્નાદિ પ્રસગે સ્રીઓ મેાતીના માઢ કપાળપર ખાંધે છે. ચાલુ ભાષામાં તેને મુગટ કહી શકાય. અહીં ચેતન જ્યારે માહ સાથે લડવા નીકળ્યા ત્યારે નિજ સ્વરૂપરૂપ જેની ઉપમા આપી ન શકાય એવા મેઢ અનાવ્યા અને તેને મસ્તકપર ધારણ કર્યો. આત્માનું મુખ્ય કાર્ય નિજ રૂપ પ્રગટ કરવાનુ છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય વિગેર રત્નાપર આવરણ આવી ગયું છે તે દૂર કરી તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રાદુર્ભાવ કરવા માટે એ સાધ્ય નિતર લક્ષ્યમાં રાખવાનું છે, અને તેથી જ તેને ભાલસ્થલપર ધારણ કરી તેને પ્રકટ કરવાના દૃઢ સંકલ્પ બતાવે છે. આ નિજ રૂપ એવું અપ્રતીમ છે કે એને દુનિયાદારીની કોઈ વસ્તુ સાથે સરખાવી શકાય તેમ નથી, કારણકે રત્નાતિક પાર્થિવ પદાર્થોની કિમત હદવાળી હોય છે પણ આ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયીની કિમત જેવર્ડ આંકી શકાય તેવા તા કાઈ પઢાર્થ જ આ જગમાં નથી.
વળી તીક્ષ્ણ રૂચિરૂપ તરવાર ચૈતનજીએ હાથમાં ધારણ કરી છે. આ તીક્ષ્ણ રૂચિરૂપ તરવાર ધારણ કરવામાં અહુ સામર્થ્ય તેણે તાવ્યું છે, કારણકે તીક્ષ્ણ રૂચિ વગર સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. અને સમ્યક્ત્વ વગર સર્વ કાર્ય એકડા વગરનાં મીંડાં જેવાં છે. ચેતન અનેક વખત યથાપ્રવૃત્તિકરણ કરે છે, પરતુ અપૂર્વકરણુવક જ્યારે તે ગ્રંથીભેદ કરે ત્યારે જ તેની ગણતરી થાય છે શુદ્ધ દેવ ગુરૂ ધર્મન અરાબર ઓળખી તેના ઉપર ખરેખરી રૂચિ થાય, તેને પ્રાપ્ત કરવા દૃઢ સપ થાય અને તે વગરનું જીવન તદ્ન વૃથા લાગે ત્યારે ગ્રંથીભે થાય છે અને તે વખતે મેહની કર્મની દૃઢ ગાંઠ હાય તે ભેઠાઈ જાય છે. એ ગાંઠ લેવાના મહાન કાર્યને સિદ્ધ કરવા સારૂ તીક્ષ્ણ ધારવાળી રૂચિરૂપ તરવાર હાથમાં ધારણ કરવી પડે છે. પછી
•