________________
૧૦૨ આનદયનછના પદા
[પદ આ પ્રમાણે સખિ! હું ગાઉં છું, સમજાવું છું પણ પતિ મારી વાત માનતા નથી અને મમતાના સંબંધમાં રહી કર્મબંધ વધાર્યો કરે છે. હવે તે ધર્માષ જેવા કેઈ દલાલ આવે છે તે પ્રેમની કિમત અંકાવી દે કરાવી આપે. સખિી આવા ચતુર દલાલની. બહુ જરૂર છે અથવા તે તારા જેવી કે હુતીનું કામ કરે તે પ્રેમખરીદી થઈ શકે એમ છે.
जांघ उधारी अपनी कहा एते,' विरहजार निस मोही सताव एती मुनी आनंदघन नावत,
और कहा कोउ डुंड वजावे. परम० ३ જાગ ઉઘાડીને આવા પ્રકારની કથા (મારી કથા; કહી કેમકે વિરહની જ્વાળા મને રાત્રે (ઉપલક્ષણથી દિવસે પણ) બહુ સંતાપ આપે છે, આટઆટલું સાંભળીને પણ આનંદઘન પ્રભુ ચેતન (મારે મંદિરે) જે ન પધારે તે બીજું તે શું કાઈ ઢોલ વગાડાય?
ભાવ-હે શ્રદ્ધા બેન! વળી દલાલ અથવા દૂતીને બધી વાત કહેવી એ પણ પોતાની જાંગ ઉઘાડવા જેવું છે. તે જાણે છે કે ગમે તેમ છે તેપણુ ચેતનજી મારા પતિ છે, મારા નાથ છે, શુદ્ધ દિશામાં આવે ત્યારે મારી સાથે રમણ કરનારા છે તેથી અત્યારે તે છે કે તેઓ મારી શોક મમતાના મદિરમાં રમણ કરે છે, મમતા સાથે આસક્ત થઈ ગયા છે તે પણ તેઓની વાત બીજાને કરવી એ મારા ઘરનાં છિદ્ર ઉઘાડાં પાડવા જેવું કામ છે અને સુજ્ઞ સ્ત્રીએ પોતાના ઘરની વાત બીજાને કરવી એ કેઇ પણ પ્રકારે ઠીક તે કહેવાય જ નહિ. હું ગમે તેમ
૧ “ાઘ ઉધારી શ્રવણ કહી એતી એ પ્રમાણે પાકાતર છે. ૨ સતાવે ને બદલે સંતાપે પાઠ અન્યત્ર છે ૩ બનાવતને બદલે “વીનતિ એવા પાઠ કાઈ પ્રતભા છે.
૩ સાથળ અપની અમારી કહા=સ્થા એ તે આ પ્રકારની. વિરહાર= વિરહરૂપ જાર પુરૂષ અથવા વિરહની જ્વાળા વિસરાતે મહીમને સતાવેસતાય આપે છે એવી આટલી સુનીસાભળી આનંદધન શુદ્ધ સ્વરૂપમાં આનંદસ્વરૂપ ચેતન-સારા પતિ નાવતઆવે નહિ ઔર કહા=બીજી તે શુ કેહશુ હાલ બજાવે વગાડે.