________________
દશમુ.] ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન. ૧૦૩ તેઓ ચેતનની સ્ત્રી છું, ચેતનના ઘરની દાસી છું અને ગૃહિણી ઘરની એખ ઉઘાડે એ સતકર્તવ્ય કહેવાય નહિ. મારે એમની સાથે રહેવાનું અને અત્યારે હું તેમનું વાંકું બોલું તે કુલીન સ્ત્રીને ચાગ્ય કહેવાય નહિ. આવી ઘ ઉઘાડવા જેવી અમારી કથા જ્યાં ત્યાં કર્યાં કરવી એ મને તે જરા પણ ચગ્ય લાગતું નથી, તોપણ હું સખા મેં જાંઘ ઉઘાડીને પણ મારી વાત તને કરી, કેમકે મારા પતિ મારા મદિરે પધારતા નથી, મને એકલી રાખી મૂકે છે તેથી તેના વિરહથી ઉત્પન્ન થયેલી વાળા અને આખી રાત હેરાન કરે છે. પતિ વગરની સ્ત્રીઓની રાતે જે દશા થાય છે તે માટે દરરોજ અનુભવવી પડે છે અને તે મને જરા પણ પસંદ આવતું નથી. બીજો અર્થ એમ પણ થાય છે કે મારા પતિ મારી સાથે રીસાણ છે એ વાતની લંપટ પુરૂષોને ખબર પડી છે તેથી તેઓ મને રાતે અનેક પ્રકારના ત્રાસ આપે છે, દુઃખ આપે છે અને મદિરને કબજો મેળવે છે. આ જાર પુરૂષ તે પરભાવ સમજ. પગલિક ભાવમાં અથવા ચેતનેતર અન્ય વસ્તુમાં રમણ કરવારૂપ લંપટ પુરૂષ શુદ્ધ ચેતનાના મંદિરને કબજે ચેતન વિભાવદશામાં હોય છે ત્યારે લે છે અને પછી તેનાથી અનર્થપરંપરા ચાલે છે. જે પતિ મારે ઘેર હય, મારા મંદિરને પાવન કરતા હોય તે રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરે પરભાનું જોર જરા પણ ચાલી શકતું નથી, તેઓ મારા મદિરમાં દાખલ થવાની હિમત પણ કરી શકતા નથી, પણ પતિશૂન્ય મદિર જોઈ તેઓ પિતાનો દર સારી રીતે ચલાવે છે અને મને હેરાન હેરાન કરી નાખે છે. અથવા વિરહાનળની વાળા અને આખી રાત હેરાન કરે છે, સળગાવી મૂકે છે, બાળી નાખે છે અને પતિવિરહિણી સ્ત્રીની પિકે મને સતાવ્યા કરે છે. જાર ચેતનાને ત્રાસ આપે અને મંદિરને કબજે લે એ પ્રસંગે ચિંતન અને ચેતનાને અભેદ કલ્પી ચેતનપર તેઓ પિતાને દર ચલાવે છે એમ વિચારવું.
આનંદઘન શબ્દથી અહીં શુદ્ધ દિશામાં આવ્યા પછી અખંડ ચિદાનંદ સ્વરૂપ ચેતન સમજવા, એઓ ભવિષ્યમાં પરભાવ ત્યાગ કરી અખંડ આનંદ ભાગવનાર અને તેમાં રમણ કરનાર થવાના છે એ દશાને ઉદ્દેશીને અત્ર તેના સંબંધી આનંદઘન નામે શુદ્ધ ચેતના