________________
નવસુ.]
સમતાસંગ અને મમતાસગ—એક સરખામણી.
૯૩
યુદ્ધ માર્ગ બતાવનાર ત્યાં તા કાઈ મળશે નહિં તેથી તારે તે એક ખાડામાંથી ખીજામાં અને ખીજામાંથી ત્રીજામાં પડવું જ પડશે, માટે એવા ખાતાના સંબંધ છેડી દે અથવા એવા ખાતાં ખતવનાર સમતાના સંગ છેડી દે અને મારી સામી નજર કર, મને ભેટ, મારા મંઢિર પધાર
હું નાથ! ઘણા વખતના સંબંધથી કદાચ તને એમ લાગતું હશે કે મમતા એ તારૂં પોતાનું માણુસ છે, પણ તે વાત ખરી નથી. એ તા તને સાવનાર, દુઃખ દેનાર, હૅશન કરનાર છે. તે, આ તારાં સંબંધી તે શુદ્ધ સંયમ, ક્ષમા, સાષ, વિવેક, માર્દવ, આવ, સત્ય, શૌચ, ભ્રહ્મચર્ય વિગેરે છે, એ તારા ખરેખÄ કુટુંબી છે, તાશ અંગનાં સગાં છે અને વળી ખરેખરાં સજ્જન છે. તે તારાપ છે, તારી જેવાં છે, તારા માં વાલેસરી છે, તારા હિતેશ્રુ છે, કેંદ્રિ ખાટું ખેત ખતવનારાં નથી, વિડંબના કરનાાં નથી, હાંસી કરાવનારાં નથી. તું સ્વભાવે મીઠા છે, તારા સહજ રૂપમાં હાય ત્યારે અનુપમ સમતાસાગરમાં ડૂબકી મારનારા છે અને તારૂં કુટું. પશુ તેવુ જ મીઠું છે. તેના અને તારા મેળાપ તે દૂધમાં પતાસું-સાકર ભળે તેના જેવા મધુર છે. તારી શુદ્ધ દશામાં તું હા ત્યારે તે સાથે તારો સંબંધ ઝળકે છે, પ્રગઢ થાય છે, વ્યક્ત રૂપે દેખાય છે, શાલી નીકળે છે અને ખરા સંબંધ તેજ છે, માટે મારૂં કહેવું માન્ય કરીને વગાવણી કરનાર, મશ્કરી કરાવનાર મમતા ના સગ મૂકી દઈ આ ખરા સંબંધી તારા રૂધિરૂપ છે તેના સંબંધ કર, તે સાથે સંબંધ કર અને તેમ કરવા સારૂં પ્રથમ મને નિહાળ, માશ સામી દૃષ્ટિ કર, અને જો હું નાથ! તું સારી રીતે જાણે છે કે હંમેશાં દૂધની અંદર સાકર ભળે છે અને છાશમાં મીઠું ભળે છે, તે આ દૂધના સંબંધીઓમાં તારા સંબંધરૂપ સાકરને ભેળવ અને મીઠાશમાં વધારા કર, બાકી મમતાની સંગતમાં તે મીઠું જ ભળશે, કારણકે તેના સ્વભાવ છાશ જેવા છે. તેની સાથે તે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, રોઝ, ભય, દુર્ગંછા, વિષય વિગેરેજ આવશે. માટે હું ફરી વાર વિનંતિ કરીને કહું છું કે તું મારા સામું જો અને મમતાન સંગ દૂર કર