________________
આનંદઘનજીનાં પદો
158 આનંદઘનજીના વેગના સંબધમાં ખાસ જાતે વિચાર કરી જશે.
ગ” સંબંધી મારે જૂદે લેખ વાંચી આનંદઘનજીને જૈન ચાગમાં કર્યું સ્થાન મળે છે તે વિચારી લેશે. પેપર ઘણું વધારે લખી શકાય તેમ છે અને અન્યત્ર અન્ય માણસે તે પ્રયત્ન હજુ પણ કરશે એટલું જણાવી આ ઉદ્યાત ગૌરવમાં વધારે થઈ ગયેલ છે તેથી કેઈ રહી ગયેલ બાબત હજુ ગ્રંથના બીજા ભાગ માટે મુલતવી રાખી આપણે મહાત્માના વિચારો અને તેપરના વિવેચનને મૂળ વિષય હાથ ધરીએ એ મહાત્માને સમજવા માટે આટલી ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રાદિ દ્વારા વિચારણા આવશ્યક હતી તે અત્ર સામાન્ય રીતે જણાવી હાલ તુરત બંધ કરવામાં આવે છે પરંતુ વિરામચિહ અહીં મૂક્વામાં આવતું નથી. જૈન કેમના આ ઝળઝળતા સમયને ઈતિહાસ લખવાની ઈચ્છા છે તે પૂર્ણ થાય તે તે પ્રસંગે અથવા તે આ ગ્રંથના બીજા ભાગમાં આ વિષય ઉપર કાંઈક વિશેષ પ્રકાશ પાડવા ઈચ્છા રહે છે, છતાં અન્ન જેટલું જણાવવાની જરૂર હતી તે જણાવવા પ્રયત્ન કર્યો છે. ખલના માટે ક્ષમા યાચના ચાહવા સાથે આનંદ નામના ગંભીર જયઘોષ સૂચવનાર ઉપરથી વૃદ્ધ પર્યત સર્વને રસમાં લદબદ કરનાર આ જૈન ચાગનાથના ગ્રથને ઉપદ્યાત અહીં હાલ તુરત પૂર્ણ થાય છે. હવે આપણે આનદઉદધિના જળતરગમાં કલ્લોલ કરીએ. વિકમાર્ક ૧૯૭૦આષાઢી
મોતીચંદ ગિરધરલાલ થી પંચમી, મુંબઈ. )