________________
૫૮
છઠ્ઠ.] આનંદધન અને બાલુડે સન્યાસી લેતી મૂકતી વખતે તે જીવ રહિત છે એમ બરાબર તપાસ કરીને જીને વિનાશ ન થાય તેવી રીતે પુંજી પ્રમાઈને પછી લે અથવા નિર્જીવ રથાનકે મૂકે અને મનમાં વિચાર કરે કે નિરપરાધી સૂમ જીવને પણ મારાથી અનુપાગપણે નાશ થ ન જોઈએ એ જેથી આદાનભંડમતનિક્ષેપણ સમિતિ, મળ, મૂત્ર, શ્લેષ્મ ભૂમિપર નાખતી વખતે પ્રથમ તેભૂમિશુદ્ધ-નિર્જીવ છે એમતપાસકરે એ પાંચમી પારિકાપનિક સમિતિ. રાગ હેપ કરાવનાર સકળ સકલ વિત્યને છેડી મનને સ્વાધીન કરવું અને સમતા ભાવમાં રિથર કરવું તે મનેગુસિ. મોનનું ધારણ કરવું તે વચનગુપ્તિ અને પરિષહ આવે તે અડગપણે સહન કરવા તેમ જ શરીરને હલાવતી વખતે પણ પ્રતિલેખવું એ કાયમ કહેવાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુસિ પ્રવચન માતા કહેવાય છે, એગમાર્ગમાં પ્રવાસ કરનારને તે ખાસ જરૂરની છે અને ઉત્તરગુણેમાં ખાસ ભાગ ભજવે છે. એનું આંતર રહસ્ય તપાસતાં જણાશે કે એને વિષય ખાસ કરીને અહિંસાના રક્ષણ માટે જ છે, સત્ય બોલવાની વાત શાસ્ત્રકાર કહે છે તેને હેતુ પણ અહિંસાને અગે જ છે, કારણકે કોઈની લાગણી દુખાવવી એ પણ ભાવપ્રાણ હણવા જેવું છે. આવી રીતે સર્વ મૂળ તથા ઉત્તરગુણ માટે સમજી લેવું. આ મૂળ તથા ઉત્તરગુણ ચગી જેમ જેમ એગમાર્ગમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ અધિકાર પ્રમાણે વિશેષ વિશેષપણે પ્રાપ્ત કરે જાય છે અને તે ગુણુપ્રસિથી પગલિક પરદ્રવ્યપર જય અને આત્મિક ઉન્નતિને માર્ગ સરળ થતું જાય છે.
આ મૂળ અને ઉત્તરગુણરૂપ સુદ્રા એટલે સ્વરૂપ ધારણ કરનાર ચગી હોય છે. તાત્પર્ય એ છે કે તે જાણે એ મૂળ ઉત્તરગુણમય સાક્ષાત્ હય, જાણે મૂર્તિમાન ગુણે જ તે હેય તે તે થઈ જાય છે. મતલબ એ ગુણને પોતે ઉપર ઉપરથી ધારણ કરે છે એમ નહિ પણ તે તન્મય થઈ જાય છે, તદ્રુપ થઈ જાય છે, તેની સાથે એકાકાર થઈ જાય છે. જેવી રીતે ધનપ્રાપ્તિ, સ્ત્રીસંગ, ભજન ગ્રહણદિ કાર્યમાં સંસારરસિક જીવ એકાકાર વૃત્તિ અનુભવે છે તેવી રીતે રોગમાર્ગમાં પ્રવેશ કરનાર પ્રાણી યમ નિયમાદિ મૂળ ઉત્તરગુણામાં એકરૂપ-એકરસ થઈ જાય છે.