________________
સાતમુ] તનમહત્યાગ અને આત્મજાગૃતિ.
98 સર્વ સંપત્તિ, વિભૂતિ અને અલંકારનો નાશ કરતે સંસારગર્તમાં ઉતરતે જાય છે. આ અહિરાત્મ ભાવ છોડી દઈને અંતરાત્મ ભાવ જેમાં આત્મસ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન–પર વિવેચન થાય છે તે પ્રાપ્ત કરીને પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાને આ પદમાં વારંવાર ઉપદેશ જાહી જારી રીતે આવશે તે બહુ સમજવા ગ્ય છે. ખાસ કરીને ઈન્દ્રિયો દ્વારા આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થઈ આ જીવ પરભાવમાં રમણ કરી રહ્યો છે તેને આત્મવિચારણુ કરાવી વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને રોગસ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ વિષય બહુ ઉપગી થઈ પડે છે. સ્વરૂપવિચાર કરતાં એને જે સ્થિતિ સમજાય છે તેપર વિવેચન કરવું અનાવશ્યક છે, કારણકે લગભગ સર્વ પદેને તે જ વિષય છે. આ પદની વિચારણા કરવી એ બહિરાત્મ ભાવ તજી અંતરાત્મ વૃત્તિઓ વર્તવાનું પ્રથમ પગલું છે. અંતરાત્મ ભાવમાં જ્યારે ચેતન વર્તતે હાય છે ત્યારે તે ઈન્ડિયાનું સ્વરૂપ સમજી પોતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવા પ્રબળ પ્રયાસ કરે છે અને અનાત્મભાવ–પરભાવરમણતા દૂર કરે છે. બહિરાત્મ દશામાં વર્તતા તેને જે બાબતમાં પ્રીતિ થતી હતી તેમાં તેને આપત્તિસ્થાન દેખાય છે અને જેમાં તેને ભય લાગતે હતે તે બાબતે આનંદમંદિર થાય છે. ઈદ્રિયોને સારી રીતે સંવર થયા પછી અંતરાત્મા જ્યારે બરાબર પ્રસન્ન થાય છે ત્યારે થોડો વખત જે તત્વપુરણ થાય છે તે પરમાત્મ ભાવનું રૂપ છે. આત્મતત્વનું યથાસ્થિત જ્ઞાન કરવું, મનમાંથી વિકલ્પને તજી દેવા અને મનને આત્મતત્તવમા એજી દઈ સત્તાગત અનંત સુખસ્વરૂપ ચિદાનંદમય સાક્ષાત્ પ્રભુત્વનું સ્વમાં દર્શન કરવું એ અંતરાત્મ ભાવ છે અને તે સ્વરૂપે પ્રગટ કરવું એ પરમાત્મ ભાવ છે. જ્યાં સુધી આત્મામાં અચળ અવસ્થિતિ થતી નથી ત્યાંસુધી સંસારબન્ધનથી મુક્તિ મળતી નથી અને તેથી ત્યાંસુધી પરમાત્મ ભાવ પ્રગટ થતું નથી, અને આત્મ અવસ્થિતિ કરવાને મુખ્ય ઉપાય એ જ છે કે આત્મતત્વનું અતરગમાં દર્શન કરવું, બહાર દેહગેડ વિગેરેનું દર્શન કરવું અને તે બન્નેના સદેહ વગરના જ્ઞાતા થઈઆત્મનિશ્ચયથી જરા પણુડગવું નહિ. બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મ ભાવના સબંધમાં પદમાં અવારનવાર વિવેચન આવ્યા કરશે.
બહિરાત્મ ભાવમાં વર્તતા છવને અત્ર શિક્ષા આપે છે કે હું બધુમાં