________________
સાતમુ] તનમહત્યાગ અને આત્મજાગૃતિ.
૭૫ શકતી નથી તેની શોધ પાછળ પડ્યો છે એ તારી મૂર્ખતા છે. તે જાણે છે કે શરીરમાં સુખ નથી, શરીરના પાલન વડે સુખ નથી, શરીરનું સુખ નથી, છતાં તેને માટે તેનાથી જ તેમાં સુખ મેળવવા ઇચછે છે એ તારી નકામી હીલચાલ મૂકી દઈ તારા અંતરાત્મ ભાવની ખબર લે. અત્યાર સુધીની તારી હલચાલ છે તે સર્વ બહિરાત્મ ભાવ છે, તે સર્વે તજી દે. વળી તારા શરીરમઠમાં શું છે તે તારા ધ્યાનમાં ન આવ્યું હોય તે તેને બરાબર સ્વરૂપ બતાવવામાં આવે છે તે સાંભળ.
मठमें पंच भूतका वासा, सासा धूत खवीसा: छिन छिन तोही छलनकुं चाहे, समजे न वौरा सीसा. अवधू० २
“ શરીરરૂ૫) મઠમાં પાંચ ભૂતને વાસે છે અને શ્વાસોશ્વાસરૂ૫ ધૂર્ત ખવીસ પણ ત્યાં છે જે પ્રત્યેક ક્ષણે આ જીવને છળવાને ચાહે છે, તે પણ આ અજ્ઞાની ગાંડે શીખાઉ તે) સમજાતું નથી.
અથવા ધૂત શબ્દનો અર્થ કંપતે-ઘુમતે એ પણ કરી શકાય. આ અર્થ વિષયને અનુરૂપ છે.
ભાવ-જે શરીરઘરનું તું લાલનપાલન કરે છે તે ઘરમાં તે ભૂત અને ખવીસ રહેલાં છે. દુનિયાને સર્વમાન્ય નિયમ છે કે જે ઘરમાં ભૂતને વાસ થા હાય ત્યાં જે કંઈ રહે તે તેને સુખ ઉપજતું નથી, શારીરિક અને માનસિક અનેક પ્રકારની ઉપાધિઓ નિરતર થયા કરે છે. દુનિયાને ભૂતથી મનાયલો ત્રાસ ઉપયોગમાં લેતાં તેમ જ શરીરમાં પૃથ્વી વિગેરે ભૂતે પણ એક શખવાચક હોવાથી તેપર શ્લેષ કરી સમજાવતાં આ જીવને કહે છે કે તારા શરીરમાં તે પાંચ ભૂતને વાસે છે અને શ્વાસોશ્વાસરૂપ ખવીસ આવીને વસેલે છે. આ શરીર પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે, મતલઇ તેમાં પાચ ભૂત આવીને વસેલા છે. વળી આ ભૂત પિશાચથી પણ વધારે ભયંકર ખવીસ હોય છે. તે માથા વગરને હોય છે એમ કહેવાય છે અને તે જેને વળગેલ હોય તેને પ્રાણ લેતા સુધી છોડ
૨ વાસા ધર, રહેઠાણુ સાસા શ્વાસોશ્વાસરૂપ ધૂતયુતારે અથવા કંપતો, ઘુમતે ખવીસા ખવીસ, માથા વગરનો ભૂત નિછિનÉપ્રત્યેક ક્ષણે તેથી બરા=બાવરે, ગાડે સીસાઅભણુ, શીખાઉં,