________________
24
આનંદધનજીનાં પદે.
[પદ જાય છે, આસન સ્થિર કરવાથી કાયયાગપર અંકુશ આવી જાય છે અને અજલ્પ જાપ કરવાથી વચનગપર અંકુશ આવી જાય છે, આ ત્રણે ગપર અંકુશ પ્રાપ્ત થવાથી સ્વપરને વિવેક એટલે સ્પષ્ટ થાય છે કે પરિણુતિની વિશેષ નિર્મળતા થઈ ધીમે ધીમે ક્રમસર નિરજન નાથના પદ પર આરોહણ થતું જાય છે, ચિદાનંદ ભગવાનની જ્ઞાનમય મૂર્તિનું દર્શન થાય છે અને છેવટે પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાનું જે સાધ્ય બિંદુ છે તેનું જે ઝાંખું દર્શન થયું હતું તે સ્પષ્ટ દર્શન થાય છે, તેની નજીક તેની તરફ ગમન થતું જાય છે અને છેવટે તે ભાવ પ્રાપ્ત થાય છે.
પદ આઠમું–સાખી.. आतम अनुभव फुलकी, नवली कोउ रीत नाक न पकरे वासना, कान गहे परतीत ॥ १॥
આત્મઅનુભવરૂપ પુલ–પુષ્પની કેઈ નવીન રીતિ છે, નાક તેની વાસના પકડતું નથી (પણ) કાનને તેની પ્રતીતિ થાય છે.”
ભાવાર્થ-આત્મઅનુભવનું સ્વરૂપ આપણે કાંઈક ચોથા પદના અર્થમાં જોઈ ગયા. એ યથાર્થ સ્વરૂપના અવબોધથી આત્મા અતિ ઉશત દશા ભેગવે છે અને રોગમાર્ગમાં સવિશેષપણે પ્રગતિ કરતે જાય છે. અત્રે આનંદઘનજી મહારાજ એ અનુભવજ્ઞાનને પુષ્પ સાથે સરખાવી તેનું એક સામાન્ય તત્વ બહુ ઉત્તમ રીતે બહાર લાવે છે. સાધારણ રીતે પુષ્પ તેની સુગધીથી ઓળખાય છે. ગુલાબ, ચપે, ચમેલી વિગેરે પુષ્પની સુગધી નાકને પચે છે, એટલે તે ઢંકાયેલું હાય, તેના પર કપડું વીંટી રાખ્યું હોય તે પણ નાક તેની વાસના ગ્રહણ કરી તેની તૈયારી બતાવી આપે છે, પણ તેને કોઈ અવાજ ન હવાથી કાનને તેના અસ્તિત્વની ખબર પણ પડતી નથી, પણ અનુભવજ્ઞાનરૂપ પુષ્પની રીતિ તે નવીન પ્રકારની છે. નાકને અનુભવપુપની
કુલકી કુલની, પુષ્પની નવલીનાવીન, અભિનવ કાઉ-કઈ વાસના= સુગધી પરતી–પ્રતીતિ, હૈયાતીની ખાત્રી
૧ કાન ન ગણે પ્રતીત એ પ્રમાણે પાઠાતર છે