________________
આઇ.] આત્મઅનુભવપુલની અભિનવ રીતિ. ખબર પડતી નથી, પરંતુ કાનમાં અનાહત નાદ ચાલે છે જેનું સ્વરૂપ છઠ્ઠા પક્ષની પ્રથમ ગાથાના વિવેચનમાં આપણે વિચારી ગયા છીએ તેનાથી કાનને તેની હયાતીની ખબર પડે છે. એક જ અથવા રોડ
sqનો અદભુત કવનિ કાનની અંદર ચાલે છે ત્યારે અનુભવપુષ્પની પ્રતીતિ થાય છે. અનુભવપુષ્પની આ નવીનતા છે.
કાન ન ગોહે પ્રતીત આ પ્રમાણે પાઠાંતર બીજી પંક્તિમાં છે તે પ્રમાણે આ સાખીને અર્થ વિચારતાં નીચે પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે તે પણ વિચારવા ચોગ્ય છે. અનુભવજ્ઞાન વિષય આગલા પત્રમાં લીધો હતો તે અનુભવનું સ્વરૂપ બતાવી પછી શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે મારા નાથને જાગ્રત કર, અનુભવ એટલે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન એ અનુભવને અત્ર પુષ્પ સાથે સરખાવીને કહે છે કે એ કલની રીતિ તે કેઈ જાદા જ પ્રકારની છે. સામાન્ય કુલ હોય તે નાકને તેની વાસ આવે છે, જમીનપર તે પડે તે સહજ અવાજ થવાથી અથવા બીજાઓના કહેવાથી કાનને તેની પ્રતીતિ આવે છે પણ ચંથાર્થ સ્વરૂપજ્ઞાનની રીતિ તેથી ઉલટી જ છે. નાક તેની વાસ લઈ શકતું નથી અને કાનને તેનો અવાજ આવતા નથી, તેવી જ રીતે શરીરને તેને સ્પર્શ થતું નથી, રસના તેને સ્વાદ લઈ શક્તી નથી અને ચક્ષુ તેને દેખી શકતી નથી. એનું જ્ઞાન આત્માને ઈંદ્રિય દ્વાર થતું નથી પણ સ્વયં થઈ જાય છે. બાહા વતનું જ્ઞાન ઈદ્રિય દ્વારા થાય છે, પ્રથમ જનાવગ્રહ થાય છે તે મન અને ચક્ષુ સિવાય ચાર ઇતિ સાથે વસ્તુને સંબંધ થવાથી થાય છે, પછી આ કાંઈ છે એ બંધ પાંચ ઇન્દ્રિય તથા મનથી થાય છે તેને અથવગ્રહ કહે છે, કયા વર્ગની તે વસ્તુ છે વિગેરે વિચારણાને ઈહા કહે છે, તે વર્ગમાંથી અમુક વ્યક્તિરૂપ એ વરતુ છે એમ નિર્ણય થવે તેને અપાય કહે છે અને તે નિર્ણયને ધારી રાખવે એને ધારણ કહે છે. એવી રીતે બાહ્ય વસ્તુ–રશૂળ વતનું જ્ઞાન ઈદ્રિય દ્વારા થાય છે. દાખલા તરીકે ગુલાબનું પુષ્પ હોય તે હાથને અડકે કે તરત જ જે થાય તે વ્યાજનાવગ્રહ, કઈ વસ્તુને સ્પર્શ થશે એમ જણાય તે અર્થાવગ્રહ, એ પપૂજાતિ છે એમ વિચારે તે ઈહા, એ ગુલાબનું ફુલ છે એ નિર્ણય થાય તે અપાય અને તે નિર્ણયને હૃદયમાં ધારી રાખવે એ ધારણુ.