________________
આઠમુ. ચિંતનજીને જાગ્રત કરવા અનુભવને પ્રેરણા. કારણ નથી, તારે મારા ઉપર જરા પણ ગુસ્સે થવાનું કારણ નથી, કારણકે મેં જે વાત કહી તે તે હું પોતે જ શીખવે છે. જ કહે છે કે મમતામાં કાંઈ સાર નથી, એ અધ કરનાર છે અને એના પાસમાં પડેલે પ્રાણી કદિ સુખ પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તારી કહેલી વાત જ હું કહું છું. આટલા ઉપરથી હું ધારું છું કે તું મારા ઉપર ગુસે તે લાવીશ નહિ. વધારે વાત કહેવાથી તે દુખ લાગી જાય તે જેમ સર્પની ફણ જેવી આંગળી લાગે તેવું થઈ આવે છે.
ઠપકે આપતી વખતે અન્ય તરફ લાંબે હાથ કરવામાં આવે છે તે સર્ષ જેવા લાગે છે તેમ હું તને કહું છું તે દુખ જેવું તને લાગતું હશે. અંગુલી સર્પ દિખાવે એટલે ઠપકો આપતી વખતે જે સપોકાર હાથ દેખાય તે પ્રમાણે હું તને લાગતી હઈશ—એ પ્રમાણે આને ભાવ થાય છે.
આ ભાવ હજુ બરાબર ઝળક્યો નથી. કેઈને ઠપકે વારંવાર આપતાં તેને છેવટે એટલું બધુ માઠ કઈ વખત લાગી જાય છે કે પછી ઠપકે આપવા માટે જે આંગળી ઉઠાવવામાં આવે તે પણ તેને સર્પ જેવી લાગે છે. આ પ્રમાણે ભાવાર્થ નીકળવે પણ સંભવિત લાગે છે. અથવા આંગળી લાગવાથી જેમ સર્પ ફેધી થઈ જાય છે તેમ મનુષ્યને બહુ કહેવાથી ચીડાઉ પ્રકૃતિવાળે થઈ જાય છે, જરા જરામાં ઉદ્ધત પ્રકૃતિવાળો બની જાય છે.
કહેવાનો મતલબ એ છે કે શુદ્ધ ચેતના મમતાસંગના પરિમનું જે વર્ણન કરે છે તેવું જ વર્ણન અનુભવ પણ આત્માને શીખવે છે. અનુભવ વારંવાર આત્માને કહે છે કે તમારું પોતાનું સ્વરૂપ શું છે તે જીઓ, વિચાર, સમજે અને પર વસ્તપર માહ કરી બેઠા છે તે તમને ઘટતું નથી, તમને છાજતું નથી, તમને ચગ્ય લાગતું નથી. તમે મમતાની સોબતથી જે સુખ મેળવવાને ઈચ્છે છે તે તમને કદિ મળનાર નથી, કારણકે ત્યા વાસ્તવિક સુખ છેજ નહિ. આવી રીતે અનુભવ આત્માને વારંવાર કહે છે, તે જ હકીકત કહીને શુદ્ધ ચેતના અનુભવને ભલામણ કરે છે કે હવે નાથને જાગ્રત કરે અને મમતાને સગ છોડાવી દે. વળી એ ચેતનજી અત્યારે કેવા મમતાની સોબતમાં પડી ગયા છે એને તાદશય ચિતાર મન સમીપ રજી કરવે જરા પણ મુશ્કેલ નથી.