________________
આયુ.]
ચેતનજીને જાગ્રત કરવા અનુભવને પ્રેરણા.
૫
અને શુદ્ધ ચેતના એકઠાં મળી ગયાં છે ત્યાં પ્રસંગ જોઈ શુદ્ધ ચેતના અનુભવને કહે છે તે ખરાખર વિચાર કરવા જેવી હકીકત છે.
હું અનુભવ! તું મારા ઘણા કાળના મિત્ર છે, મારૂં અને મારા પતિ ચેતનામનું એકત્રપણું કરવામાં અને તે થયેલું જોવામાં તું અતિ આનંદ લેનારો છે, ત્યારે હું તને કહું છું કે હું અંધુ! તું મારા પ્રાણનાથ પતિને જગાડતા કેમ નથી? એતા ખાપડા માહનિદ્રામાં ઉંઘી ગયા છે અને પેાતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, પાતાપરના અંકુશ ચૂકી ગયા છે અને પેાતાની જાતને બીજાના કમજામાં સોંપી બેઠા છે, તેથી તેઆની સ્થિતિ કેવી થઈ છે તે તે તું તે. એ તા મમતાના સંગમાં પડી ગયા છે, એમની સાંસારિક સ્ત્રીથી ઉત્પન્ન થયેલા છેકરાને એ પોતાના છેકરી માની બેઠા છે, એ સે પચાસ વરસ રહેવાના ભાડાના ઘરને ઘરનું ઘર માની બેઠા છે, એ શરીરને આત્મા માની બેઠા છે, એ ધન કુરતી ચાકી કરી તેમા સર્વસ્વ માની બેઠા છે, એ વ્યવહારના કાર્યને પાતાનું હિત માની બેઠા છે, એ વિષયર્સ્ટમમાં રાળાવામાં આનંદ સમજી બેઠા છે, બે સગાં સંબંધીના વ્યવહારને શાસ્ત્ર માની બેઠા છે, એ આવા કુટવાના ઢોંગને વ્યવહાર માની - એઠા છે, એ ખાવા પીવાની વસ્તુઓમાં લેપાઈ ગયા છે, એ હારમાનીયમ પિયાનાના રાગને નાદ સમજી બેઠા છે, એ લાડી વાડી ગાડીમાં આસક્ત થઈ બેઠા છે, એ પાતે કાણુ છે એનું ભાન ભૂલી ગયા છે, એ વિષય કષાયમાં મસ્ત થઈ પડ્યા છે અને પરભાવમાં રમણુ કરી રહ્યા છે આવી એમની સ્થિતિ મમતાને લીધે થયેલી છે, અહં અને સમના મંત્ર જગતને બંધ કરનાર છે, એ મંત્રે તેમને પણ અશ્વ મનાવી દ્વીધા છે અને તેથી પાતાની માટી માન્યતાનાં મનાવેલાં ઘર, શરીર, સ્ત્રી, પુત્રાહિમાં મારાપણાની ભુદ્ધિ કરી તેમાંથી સુખ મેળવવા ઇચ્છે
છે; એમને ખરેખર સુખના ખ્યાલ નથી, ખરું સુખ તેા તેનું નામ કહેવાય કે જ્યાંથી ફરીવાર ચ્યુતિ ન થાય, જે નિરંતર એક સરખી રીતે રહે અને જેમાં પરતંત્રતા ન હેાય, અને અનલે એ તે પરવસ્તુમાંથી સુખ મેળવવા પાછળ મંડી પડ્યા છે, એ તે સંતતિને ઉછેરવામાં, ઘર અઁધાવવામાં અને ધન કમાવામાં સુખ માને છે અને તેથી સુખ મળશે એવી આશા રાખે છે, પણ એ તે પાકી વસ્તુ છે,