________________
૮૪ આનંદઘનજીના પુ.
[પદ આ વ્યાજનાવગ્રહ વિગેરેના ક્રમ વગર અનુભવશાન થાય છે, એ પિતાની મેળે આદરથી જાગ્રત થાય છે. આ સાખીમાં ઇંદ્રિય વિષય
ત્યાગને પણ ભાવ બતાવી દીધા છે એમ સમજી લેવું. ઇદ્ધિના વિષયે આદરવા ચોગ્ય નથી પણ ત્યાગ કરવા ચગ્ય છે એમ કહી તેને નિષેધ સૂચવ્યું છે.
રાગ ધનાશ્રી અથવા સારંગ, अनुभव नाथकुं क्युं न जगावे ममतासंग सो पाय अजागल
थनतें दूध दुहावे. अनुभव० ॥१॥ “હે અનુભવ! નાથને કેમ જગાડતે નથી; મમતાની સખત તેણે કરી છે તેથી બકરીના ગળામાં રહેલા સ્તનમાંથી તે (સુખરૂપ) દૂધ દેહવા ઈચ્છા રાખે છે.” - ભાવ–શુદ્ધ ચેતના અનુભવને કહે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શુદ્ધ ચેતના છે. શુદ્ધ સવરૂપનું જ્ઞાન તે અનુભવ છે. આત્મા જ્યારે શુદ્ધ સ્વરૂપમાં આવે ત્યારે તે શુદ્ધ ચેતનાને સ્વામી થાય છે, અશુદ્ધ દશામાં વર્તતે હોય છે ત્યારે તે કુમતિને સ્વામી કહેવાય છે. શુદ્ધ સ્વરૂપ એ તેનું મૂળ રૂપ છે. જેમ એક પતિની બે સ્ત્રીઓ જેને વ્યવહારમાં શોક કહે છે તેઓને બહુધા વિરોધ હોય છે તેમ શુદ્ધ ચેતના અને કુમતિને હમેશાં વિરોધ છે. એક વસ્તુના બે ખપી હાય - છે ત્યારે એ જ પ્રમાણે બને છે. શુદ્ધ ચેતનાને તેના પતિ કુમતિ પાસે જાય એ જરા પણ પસંદ આવતું નથી, શાકનું સાલ એના મનમાં નિરતર સાલ્યા કરે છે અને તેથી પિતાના પતિ ઉપર ખેદ રહ્યા કરે છે, છતા પણ એનું મન સ્ત્રીના જેવું અતિ કેમળ હોવાથી કોઈવાર પતિ રંગમાં આવી જાય છે ત્યારે પોતે તેને કુમતિને સગ છેડવાનું કહે છે, કોઈવાર કે દૂતની સાથે સદેશે કહેવરાવે છે અને કેવાર તને વચ્ચે રાખી રૂબરૂ વાતચીત કરે છે. આ પ્રસંગે અનુભવ
૧ નાથચેતનને કહ્યુ કેમ પાય=પામીને અજાગલ થનતેં બકરીના ગળામા લટકતા સ્તનમાથી દુધધાવણુ દુહા હે છે.