________________
આનંદઘનજીનાં પદા.
[પદ હે નાથ! હું તમારા મતની છું તેને (આપ) જુઓ (મમતા તે) છેતરનારી, લુચી અને લાલીની પિકે ખાટું ખાતું ખતવે છે.”
આપમતાસીહું તમારા મતની છુ અથવા આપ તમારી પિતાની બુદ્ધિથી મને જુઓ એટલે ત્યાં આપમતાશ્રિત એવા તમે મને જુઓ એમ અર્થ કર. આ અર્થ પણ સમીચીન છે.
ખાતું ખતવવું એટલે ખાતાવહીને ચોપડા ખતવ. વ્યાપારી જેમ મેળ, નોધ વિગેરેમાંથી ખાતાવહી ખતવે છે તેમ ચપડા તૈયાર કરવા તે.
ભાવઆગલા પદમાં અનુભવને કહ્યું કે તું નાથને જાગ્રત કર, પણ શુદ્ધ ચેતનાનું સ્ત્રી જેવું કેમળ હદય અતે રહી શક્યું નહિ, તેથી અને ઉપર અનુભવે કહ્યું તેથી પતિ કાંઈક જાગ્રત થયા છે એમ જાણ તેને ઉદ્દેશીને શુદ્ધ ચેતના હવે પોતે જ કહે છે. તે પતિ! હે ચેતન! મારા નાથ! તમે મમતાની સોબતમાં પડી મને તદ્દન ભૂલી ગયા છે પણ હવે જરા મારા તરફ નજર કરે, હું તે તમારા પિતાના જ મતની છુ, તમારારૂપ છું, તમારામય છું, માટે મને આપ જીએ. આપ અત્યારે મમતાના સગામાં પડી ગયા છે અને મને બોલાવતા નથી પણ તે કોણ છે તેને આપ જરા વિચાર તે કરે. આપ ચેતન છે તેથી ચેતે અને આપની પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી મારા સામું જુઓ અને આપ ધ્યાનમાં લે કે જેની સોબતમાં આપ પડ્યા છે તેણે તમને કેટલું દુખ અત્યાર સુધીમાં આપ્યું છે. એ તે એક ઠગારે લુચા અને લાલીઓ માયુસ હોય અને જેમ
ટુ ખાતું ખતવી રાખે તેમ તમારે માટે એ ખોટું ખાતું ખતવે છે. છેતરનાર લેલીઆ લુચ્ચાએ પિતાના ચોપડામાં જમે રકમ પૂરી આપતા નથી, અને ઉધાર રકમ બેવડી તેવી ઉધારે છે ઉપરાત પિસે ટકા વ્યાજ લે છે. ભેળપંચા ખ્યાશી ને બે છૂટના એમ કહી છેટું સમજાવે છે તેવી રીતે આ મમતા છે તે વેચક છે, કારણકે જે વરતુ પિતાની નથી તેને તે તમારી પાસે પોતાની મનાવે છે, વળી તે શઠ છે—હુરચી છે, કારણકે તે કાંઈ તમારી એકલાની સાથે સંબંધ રાખનારી નથી, પણ અનેકની પાસે જાય છે, જે સુશીલ સ્ત્રીનું લક્ષણ નથી, પણ કુભાર્યાનું લક્ષણ છે, અથવા પીપળે પાણી નાખવું વિગેરે -