________________
સાતમું.] તનમઠયાગ અને આત્મજાગૃતિ. યાસીઓ પણ સ્થાન અને આસનના સંબંધમાં કહે છે કે જ્યાં અને જે આસને બેસવાથી રાગદ્વેષ લઘુતાને જલદી પામી જાય તે સ્થાને અને તે આસને ખાસ કરીને યેનકાળે બેસવું. શાસ્ત્રકાર કહે છે કે અમુક આસને બેસવાથી જ મન સ્થિર થાય છે એ ખાસ નિયમ નથી અને અનેક મહાસરવવંત પ્રાણુઓ સર્વ અવસ્થામાં પરમાત્મ ભાવ પામી ગયા છે. પિતાને કયા સ્થાનમાં અને કેવા આસનથી સ્થિરતા પ્રાપ્ત થશે તે સંચાગ ઉપરથી વિચારી લેવું, પણ ખાસ કરીને એટલે તે નિયમ સમજી લેવું કે ચલિત આસનથી અને ધમાધમવાળી જગામાં સ્થિરતા પ્રાપ્ત થવી લગભગ અશક્ય છે. સ્થાન અને આસનની પ્રધાનતા એક મદદગાર તરીકે બહુ સારી થાય છે. વનરાજીથી વિરાજિત, સંસારના પવનની ગંધને પણ નહિ લેનાર, શાંત-૫ર્વતની એકાંત ટેપર પર્યકાસન કરી આત્મવિચારણા કરવામાં આવે ત્યાં જે આત્મસમૃદ્ધિને સાક્ષાત્કાર થાય છે તે મેટર, ટ્રામ અને ગાડીઓના અવાજ વચ્ચે કે અસ્થિર આસને લતી ખુરશી પર થવે કે કલ્પનામાં આવા અશક્ય છે. આસન રોગનું ત્રીજું અંગ છે અને યોગમાર્ગ પર પ્રવેશ કરનારને તે ખાસ ઉપયોગી છે એ લક્ષ્યમાં રાખવું.
અજપા જાપઃ પરમાત્મતત્તવનું ચિંતવન કરવાની ટેવ પડ્યા પછી સુખેથી ઉચ્ચાર કર્યા વગર છુટથમાં તેની હય લાગે છે, અનુચરિત જાપ ચાલે છે અને અન્ય વસ્તુઓ તરફ ધ્યાન ગયા વગર તેની જ રટણ ચાલ્યા કરે છે. છઠ્ઠા પક્ષમાં અનાહત નાદનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં ઘટમાં–હૃદયમાં એક અતિ મધુર અવાજ ચાલ્યા કરે છે તેમ જ તેની સાથે અંદર અજ૫ જાપ ચાલ્યા કરે છે એમ કહેલ છે. આપણે સામાન્ય રીતે નવકારવાળી ગણુતા હોઈએ છીએ ત્યારે ટ ' કે અરકુટ અક્ષર બલીને કે વિચારીને જપ કરીએ છીએ, પણ જ્યારે ચોગમામાં જીવની પ્રગતિ થાય છે ત્યારે તે અનુચરિત જાપ કરી શકે છે. સાંસારિક પ્રાણુ જેમ ધનાદિકનો અનુચરિત જાપ કરે છે, તેવી રીતે પરમાત્મા પ્રાપ્ત કરવાની રઢ લાગ્યા પછી તેને અજપ જાપ ચાલે છે.
આવી રીતે આશાને ત્યાગ કરવાથી મનગપર અંકુશ આવી