________________
તનમહત્યાગ અને આત્મજાગૃતિ.
७८
સાતમ્ ] વિકલ્પાથી દૂર કરી તદ્નારા અવલાકન કરીશ ત્યારે આત્મવિચાર દ્વારા તાશ અપ્રતિપાતીભાવ—તારૂં પરમાત્મસ્વરૂપ—તારૂં લક્ષ્યસ્થાન-ધ્રુવ સ્થાન–અચળ સ્થાન દેખાશે. સસારચક્રના દુઃખમય ધાર આકાશમાં દૂરથી દેખાતા રમણીય—ચિર પ્રકાશ આપનાર—ઝળકતા આ શાયિક ભાવના તારા તારૂં લક્ષ્યસ્થાન બનશે અને પછી તને ચાળમાર્ગમાં આગળ ચાલવા સ્વાભાવિક પ્રેરણા થશે, આ અર્થસ્પુરામાં પંચ પરમેશરના અર્થ ખરાખર અશ્વ એસત્તા આવે છે કે તેને સ્થાને પાચ ઇડ્રિંચા લેવી ઉચિત ગણાય તે વિચારવા ચેાગ્ય છે. તાત્પર્ય એ છે કે ચાગના પ્રથમ અગ યમમા અન્ન પ્રવેશ કરી પરમાત્મ ભાવનું દર્શન કરી પછી જે ભાગ્યશાળી પ્રાણી હાય છે તે ચેગમાર્ગમાં વધતા જાય છે. કેવી રીતે વધતા જાય છે તેનું કાંઇક દર્શન આજ પટ્ટમાં થશે.
आशा मारी आसन घरी घटमें, अजपाजाप जगावे; आनंदघन चेतनमय मूरति नाथ निरंजन पावे. अवधू० ४
“આશાના ત્યાગ કરીને હૃદયમા સ્થિરતા ધારણ કરે અને અંતરગ નિરૂપ અનુચતિ જાપ કરે ત્યારે આનંદના સમૂહપ નિરંજન નાથની જ્ઞાનમય મૂર્તિ પ્રાપ્ત કરે.”
ભાવ—ઉપરની ગાથામાં ધુના તારી નિરખવાની જે હકીકત કહી તેનું દર્શન કરી યાગમાર્ગમા ચેતન આગળ વધારા કરે છે તે આ પ્રમાણેઃ પ્રથમ આશાના ત્યાગ કરવા એટલે જે કાંઇ કાર્ય કરવાં તે તદ્દન નિરાશી ભાવથી કરવાં, ફળપેક્ષા વગર કરવાં, ખીજું તેની સાથે સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે શરીરની પ્રવૃત્તિ ઉપર ચોગ્ય અકુશ આવી જાય અને સાથે આત્મતત્ત્વમાં એકતા થવાથી મુખેથી ઉચ્ચાર કર્યાં વગર શુદ્ધ પરમાત્મદશાના ભાવની વિચારણારૂપ અતરગ જાપ ચાલ્યા કરે. એ ત્રણે ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખના જ રાશિરૂપ નિઃકેવળ આત્મસ્વરૂપમય શુદ્ધ મૂર્ત્તિ ચિદ્યાનોઁધન સ્વરૂપ નિર્લેપ પરમાત્મ ભાવરૂપ શ્રી ભગવાનને તું પ્રાપ્ત કરે એમાં જરા પણ સંશય કરવા જેવું નથી. નિરજન નાથ એટલે પરમાત્મ ભાવ સમજવા. એ
૪ મારીનાખી દઈ, ત્યાગ કરી આસન સ્થિરતા અજપાજાપ અતરગ મ્યુનિપ જ૫ વગરના જાપ ચેતનમય–જ્ઞાનમય નિરજન=કર્મલેપ વગરના.