________________
૭૪ આનંદઘનજીનાં પદે.
[પદ તું શરીર ઉપર આસક્ત થઈ કેમ ઉંધ્યા કરે છે, જરા જાગ્રત થઈને જે તે ખરે કે તારા હૃદયમાં શું ભર્યું છે તે શરીરની લાલનાપાલનામાં, તેનાં સુખસાધન એકઠાં કરવામાં અને તેને એશઆરામ આપવામાં જ મસ્ત રહે છે, પણ એમાં કાંઈ સુખ નથી, એ વસ્તુ તારી પોતાની નથી અને ઘરના ઘર ઉપર ખર્ચ કરે તે ડહાપણું ભરેલું ગણાય પણ ભાડાના ઘર ઉપર શા માટે તું આટલે બધે વ્યય કરી નાખે છે?
વળી હું વિચાર કર. એ શરીરરૂપ ઘરને તારે જરા પણ વિશ્વાસ કરી ચુક્ત નથી, કારણકે તે એક ક્ષણમાં આખું ને આખુ ધસી પડે તેવું છે. કાચી માટીના બનેલા કાયારૂપ ઘરને પાયે જ નથી, એથી પાયા વગરનું ઘર એક ક્ષણવારમાં પડી જાય છે. આપણે આપણુ અનેક મિત્રોને શરીર છોડી ચાલ્યા જતા જોયા છે, સાંજના જેની સાથે વાત કરી તે સવારમાં ભસ્મીભૂત થઈ ગયા સાંભળ્યા છે, પાંચ મિનીટ પહેલાં મળેલા હાઈએ તે મિત્રને હૃદય બંધ થતાં કાળનો કેળીયો થઈ જતા જોયા છે, તે પછી એ શરીરઘરને ભાસ કેવી રીતે રાખવે, એ તે એક ક્ષણમાં ધસી પડે તેવું પાયા વગરનું છે. શરીરને પંપાળવાની જેમની ટેવ પડી ગઈ હોય છે તેમણે આ બહુ વિચારવા જેવું છે. વાતવાતમાં તબીયત બગડી જનારાઓ, એક ઉપવાસ કરતાં ગળે ઠંડા પાણીનાં પિતાં મૂકનારાઓ અને ઉનાળામાં હવા ખાવા જનારાઓએ શરીર પાસેથી શું કામ લેવાનું છે, તેની શું કિમત આપવાની છે અને તેની ખાતર કેટલે પેટે પ્રયાસ થાય છે તે લક્ષ્યમાં લેવા જેવું છે. ગમે તેટલા પરિશ્રમ કર્યા છતાં પણ એ કદિ તારું પોતાનું થવાનું નથી, અંતે તે ધસી પડવાનું છે એમ તું વિવેકનેત્ર ઉઘાડીને જે.
આ પ્રમાણે સ્થિતિ છે માટે તું બીજી નકામી હીલચાલ છોડી દઈને તારા અંતરાત્મામાં શું છે તેની ખબર લે, તેની તપાસ કર. તેને માટે શોધખોળ ચલાવ, તું હવે સમજે તે ખરે કે આ શરીરઘર પાયા વગરનું છે તે પછી તેમાંથી તું શું સાર કાઢવાનો છે? તારા હૃદયમાં શું છે તે પર વિચાર ચલાવ. હાલ તે તું પાણીમાં માછલાના પગની નિશાની શોધે છે, જે વસ્તુ પાણીમાં કદિ રહી