________________
GS.
સાતમુ.] તનસઠત્યાગ અને આત્મજાગૃતિ. પરમાત્મભાવ તારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે તેને માટે તારે અતરાત્મ ભાવનું સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ, તારા શરીરના સાક્ષી તરીકે રહેવું જોઈએ, કેઈપણ શારીરિક બાબતમાં મમત્વબુદ્ધિ તજવી જોઈએ. આ અંતરાત્મ ભાવ આત્મઅભ્યાસથી દેખાય છે, પાદ્દગલિક વસ્તુઓ કઈ છે, ૫ર વરતુઓ કઈ છે અને તેઓનો અને આત્માને સબંધ શું છે, કે છે, કેટલે વખત ચાલે તે છે એ બરાબર વિચારી આત્મઅભ્યાસઆત્મતત્ત્વચિંતવન આત્મનિરીક્ષણ જયારે કઈ ભાગ્યવાનું પ્રાણી કરે છે, એટલે જ્યારે તે અહિરાત્મ ભાવ તજી અંતરાત્મ ભાવમાં રમશુતા કરે છે ત્યારે પિતાના હૃદયમાં રહેલ સૂમ બારી દ્વારા પિતાના માથા ઉપર પંચ પરમેને જુએ છે. હદયમાં રહેલ સૂમ બારી તે ક્ષપશમને લીધે થયેલ સૂક્ષમ ભાવગ્રાહી બાધ સમજવે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મના વિશેષ ક્ષયશામ થાય ત્યારે સૂક્ષ્મ વસ્તુ જાણી શકાય તે બોધ આત્માને થાય છે. આ મારીને રસ્તે કઇ ભાગ્યવાન પ્રાણી હોય તે આત્મઅભ્યાસ કરે છે, એટલે સૂક્ષમ બધા ધારણ કરી આત્મસ્વરૂપ જવાનો અભ્યાસ કરે છે. તે જુએ છે કે પિતાના માથાપર પચ પરમેષ્ઠી વસે છે અને તેની આજ્ઞા પિતાને માથે વહન કરવાની છે અને વળી વધારે બારિકીથી જુએ છે ત્યારે તેમને જણાય છે કે ત્યાં સૂક્ષમ ધ્રુને તારા ઝળકે છે, મતલબ સૂક્ષમ બંધ થતાં આત્મસ્વરૂપના પ્રકાશનું તેજ તેને દૂરથી દેખાય છે. એ દૂરથી જે સૂક્ષ્મ દીપક દેખાય છે તે પરમાત્મ ભાવ છે, એને સ્વયપ્રકાશ તે અતિશય વિશેષ છે પણ હજુ આ જીવ આત્મઅભ્યાસ દ્વારા અવલોકન કરવાની શરૂઆત કરે છે ત્યારે તેને પરમાત્મદશાને ઝાંખુ વરૂપ દૂરથી દેખાય છે અને પછી એના પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરવા એવી પ્રબળ ઈચ્છા થાય છે કે તેનું વર્ણન કરી શકાય નહિ પાંચસે પાવરના વિજળીના દીવાને પ્રકાશ કે કીટસન લાઈટને પ્રકાશ આ પ્રકાશની પાસે કાંઇ હિસાબમાં નથી. વળી તે ધ્રુના તારાની પેઠે નિશ્ચળ છે. ચેતન! આ ભૂત ખવીસના સ્થાનરૂપ શરીરઘરની પ્રતીતિ છેડી સદરહુ તારા જેવાને યત્ન કર. એ એક વખત જઈશ એટલે પછી આ શરીરઘરની સાથે કેટલે સંબંધ રાખવે તે બાબતને તારા મનમાં દઢ નિર્ણય થશે.