________________
આનદધનજીનાં પદે.
[પદ તે વિચારીએ તે કંપારી છૂટે તેમ છે. તે પર્વત પર્વત ભમે છે, દૂર દેશમાં મુસાફરી કરે છે, ગમે તેવું જોખમ ખેડે છે, ટાઢ તડકે સહન કરે છે, મૂર્ખ શેકીઆઓની ખુશામત કરે છે, કુદરતના નિયમ વિરુદ્ધ રાત દિવસ યંત્રની માફક કામ કર્યા કરે છે, ભૂખ્યા રહે છે, કાલાવાલા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે–ટુંકામાં જે જે કાર્ય કરી શકાય તે તમામ આ જીવ ધનને માટે કરે છે. અને તે નશીબમાં હેરઅંતરાય કર્મને ક્ષાપશમ હોય તેટલું જ મળે છે, કુવામાં કે દરિયામાં ઘડે લઈ ડુબકી મારે પણ ઘડામા જેટલું સમાય તેટલું જ જળ આવે છે, ઘડાની અંદર સમાસ હોય તેટલું જ જળ તેમાં આવી શકે છે, પણ આ છવ વધારે મળશે, વધારે મળશે, એવી મસ્ત મગજની ખુમારીમાં દેડ્યો જ જાય છે, અનેક પ્રકારનાં કર્મબંધન કરે છે, માનસિક પરિવર્તનને આધીન થાય છે અને સંસારમાં રખડે છે. આશાના પાસમાં બંધાયેલ જીવની સ્થિતિ બહુ વિચિત્ર થઈ પડે છે.
કઈ પણ કાર્ય કરતી વખતે તેનાં ફળની અપેક્ષા રાખવી ન જોઈએ, એથી કાર્ય કરવામાં એક જાતની સરળતા અને શાંતિ આવી જાય છે અને અનિર્વચનીય સ્વાત્મસંતોષ થાય છે. ધાર્મિક કાર્યમાં પણ નિરાશી ભાવ નિરતર રાખવું જોઈએ. અમુક ફળાપેક્ષા રાખીને કરેલ ધાર્મિક કાર્ય પણ તથાવિધ ફળ આપતું નથી અને તેથી શાસ્ત્રકારે પદ્દગલિક ફળને ઉદ્દેશીને કરાતાં ધર્મકાર્યને કેત્તર મિથ્યાત્વ કહે છે. અન્ય શાસ્ત્રકારે પણ કહે છે કે તારે કર્મ કરવાને અધિકાર છે, ફળવિચારણને કદિ પણ નથી. જ્યારે નિરાશી ભાવ પ્રામ થાય છે ત્યારે આ જીવને કર્મબંધન ઓછું થાય છે, કર્મનિર્જરા ઘણું થાય છે અને છેવટે તે મોક્ષમાં જઈને બેસે છે. જ્યાંથી પછી કદિ પણ પાછું સંસારચકમાં આવવું પડતું નથી, જ્યા એકાંત સુખ છે અને જ્યા નિશ્ચિત સ્થિરતા છે. આશાપાસથી જે છૂટે તે આ સ્થાનમાં એક જ જગપર નિરંતર રહે છે. આશાના વિષય ઉપર અઠ્ઠાવીશમા પદને પ્રસંગે વિસ્તારથી વિવેચન કરવાનું છે, તેથી અત્ર મૂળ પદની વસ્તુ ઉપર હવે આવી જઈએ.
આત્મા પરમાત્માશાના માર્ગને અનુસરે તે સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય એ સબંધી આગલા પદમાં જે વિવેચન કર્યું તેના પર એક સામાન્ય