________________
૨૮
આનંદઘનજીના પદો. ઉપજાવે તેવું સ્વરૂપ બતાવી તેની જૈનશાસ્ત્રાનુસાર વાનકી અત્ર બતાવી છે, સાથે ભલામણ કરવાની જરૂર છે કે એ સંબંધી વિશેષ જ્ઞાન સશુરૂ પાસેથી સમજી ખાસ વિચારવા ચાગ્ય છે.
અહીં શરૂઆતમાં આત્માને અવધુ કહો છે તેનો અર્થ અધુ પૂજાતીતિ થયુ. જે ધ્રુજી ન જાય, સ્વગુણ પર્યાયમાં રમણ કરે તે શુદ્ધ, નિષ્પકપ આત્મા અવિનાશી, અજ, અજરામર, અક્ષય, અલઘુગુરૂ પરિણામી સમજ. અવધૂત એ શબ્દ પૂ ધાતુને અા ઉપસર્ગ લાગવાથી થયેલા છે અને તેને અર્થ અવધૂત સંન્યાસી થાય છે એ શબ્દને અપભ્રંશ હોય એમ માનવું વધારે ઠીક લાગે છે. એ શબ્દમાં આત્માને સ્થિરતા ગુણ પ્રાધાન્યપણે છે.
વળી આ નટનાગરની બાજી કેવી યુક્તિવાળી અને આશ્ચર્ય ઉપજાવનારી છે તે વિશેષ બતાવે છે.
एक अनेक अनेक एक फुनी, कुंडळ कनक सुभावे जल तरंग घटमाटी रविकर, अगनित ताही समावे. अवधु० २
“સુવર્ણના સ્વભાવે એક અને તે જ દ્રવ્ય કુંડળ વિગેરે સ્વભાવે અનેક થાય છે અને વળી અનેક એક થાય છે. જળના તરંગે, માટીના ઘટે અને સૂર્યના કિરણે અગણિત હોય તે પણ તે તેમાં પાછાં સમાઈ જાય છે તે પ્રમાણે.”
ભાવ-નાગરિક નટની કેવી બાજી છે તેનું વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે કે એકના અનેક થઈ જાય છે અને વળી તે અનેક એકજ હોય છે જેમ સુવર્ણનાં કુંડળ, બાજુબંધ, ચદનહાર, કહાં, બંગડી, રાયણમાળા વિગેરે અનેક રૂપ થાય છે તે રાતે સમજવું ગુણ પર્યાયના ભાજનને દ્રવ્ય કહેવામાં આવે છે. અત્ર જીવ દ્રવ્ય સંબંધી વિવેક્ષા કરતાં જણાવે છે કે જેમ તેના અનેક પર્યાયે પલટાતા જાય છે તેમ તેમાં અનેક રૂપ થાય છે, જીવ એકેદ્રિય, બેઈદ્રિય, તેઇઢિય, ચૌરક્રિય થાય છે, નારક થાય છે, હાથી, ઘોડા, માછલા
૨ કુની==ળી કુડળ નાગીના. રવિકસૂર્યના કિરણ અગનિત ગણાય તેટલા તાહી તેમા જ બતાહીને બદલે “તાઈ પાઠાતર છે