________________
હું ]
આનધન અને બાલુડી સંન્યાસી.
૫૧
રહે છે પણ સર્વ જીવા તરફ ધ્યાન રહેતું નથી તેવી વ્યાખ્યા કદિ કરતા નથી; તે સર્વથાત્યાગની અપેક્ષા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને રાખે છે છતાં મહાવ્રતના સાર્વભૌમપણાને જરા પણ વ્યવએ આાવવા દેતા નથી.
શરીરની અને મનની શુદ્ધિ તે શૌચ; પ્રાણયાત્રાના પત્તા સિવાય અન્ય પદાર્થ મેળવવાની અસ્પૃહા તે સંતેષ; ક્ષુધા પિપાસા, શીત ઉષ્ણુ આદ્ધિ દ્વંદ્વોને સહન કરવાં તથા હૂં ચાંદ્રાયણાદિ નતા કરવાં તે તપ ઇષ્ટ સત્રના જાપ તે સ્વાધ્યાય અને આત્મનિવેદન ભક્તિ તે ઈશ્વરપ્રણિધાન. આ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને નિયમ કહેવામાં આવે છે. યમનું નિરંતર સેવન કરવું અને નિયમનુ પ્રસંગે સેવન કરવું. આ યમ નિયમથી શું લાભ થાય છે અને વિતકાનું સ્ફુરણ થતું બંધ કેમ પડે છે તે સંબંધી જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવા ચાગ્ય છે. સામાન્ય હકીકત ઉપાદ્ઘાતમાં લખી છે તેથી અત્ર પુનરાવૃત્તિ કરતા નથી. જૈન ચેગમાર્ગમાં સમિતિ પ્તિ ભાવના તથા ગુણુવ્રત, શિક્ષાવ્રતાદિ અનેક નિયમે આ ભાગ સવિશેષપણે ખજાવે છે.
આસનને તૃતીય ચેગીંગ ગણવામાં આવે છે. આ અંગમાં સ્થાન અને શરીરના બેસવાના પ્રકાર એ બન્નેને સમાવેશ થઇ જાય છે. બનતાં સુધી એકાંત નિર્દેન શાંત સ્થાન પસંદ કરી જે આસનથી મનની એકાગ્રતા થાય તેવા આસને ધ્યાન કરવું. અન્ય યાગદર્શનકારી ચેારાથી આસન ગણાવે છે તેમાં પણ ચાર મુખ્ય છે, તે સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિઠાસન અને ભદ્રાસનના નામથી ઓળખાય છે. એ આસનના સંબંધમાં નિયમ એટલે છે કે જે આસને એસવાથી મન સ્થિર થાય, તેની વ્યથા દૂર થાય અને જેનાથી દેહનુ સ્થિરત્વ અને અચંચળત્વ પ્રાપ્ત થાય તે જયકારી આસન સમજવુ. જૈન ચેાગાચાર્યાં પણ પયૅકાસન, વીરાસન, વજ્રસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કંઠુકાસન, ગેદેહિકાસન, કાચેાત્સર્ગ વિગેરેનું સ્વરૂપ† બતાવી છેવટે કહે છે કે જે આસને બેસી મનને નિશ્ચળ કરી શકાય તે આસન તે પ્રાણીને માટે સુંદર સમજવું.
* એ આસનાના સ્વરૂપ માટે જીઆ પાતંજલ ચાદર્શનની ટીકા પાટ્ઠ ૨ સૂત્ર ૩૪. ↑ આસનના સ્વરૂપ માટે જીઓ ચેગશાસ્ત્ર પ્રકાશ ચોથા શ્લાક ૧૨૫૧૩૩