________________
પપ
છઠ્ઠ ] ' આનદધન અને બાલુડે સંન્યાસી નથી ત્યાંસુધી અને ખાસ કરીને સંસારદશામાં હોય છે ત્યાં સુધી આર્ત અને રૌદ્રધ્યાનની દશામાં વત્ય કરે છે અને અનેક કિલણ કમ મનથી જ બાંધ્યા કરે છે.
ધર્મધ્યાનને માર્ગે ચઢનાર મુમુક્ષુ મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માશરણ્ય એ ચાર ભાવના નિરતર ભાવી સ્વપર વિવેક કરે છે. ધર્મધ્યાન પ્રથમ વિભાગ આજ્ઞાવિચય (નિશ્ચય) છે. પ્રમાણુનય નિક્ષેપથી સ્યાદ્વાદ વચનમાં સર્વજ્ઞ કથિતત્વને અંશ કેવી રીતે આવી રહેલ છે તેની અત્ર વિચારણું તન્યાયના વિચારપૂર્વક સમ્યમ્ રીત્યા ચાલે છે અને જ્યારે પૂર્વીપર અવિરધીપણું તેને સમજાય છે ત્યારે તે તત્વદર્શનમાં સર્વજ્ઞ કથિતતા અનુભવે છે. ભવચકની ચાર ગતિમાં ઈન્દ્રિયકષાય આદિથી અનેક પીડાઓ થાય છે તેને કેવી રીતે મટાડવી જોઈએ તદ્વિષયક ચિંતા અને તે પીડા મટાડવા યોગ્ય છે એવી ઢ ભાવનાને અપાયવિચય ધર્મસ્થાન કહે છે. કર્મ સંબંધી અને સ્વપીડાને એક ભાવ તે એટલી સારી રીતે વિચારે છે કે એને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન ધીમે ધીમે આ વિભેદમાં થઈ જાય છે. પ્રાણીને જે સુખ દુખ થાય છે તે કર્મજનિત છે અને કર્મ સ્વજનિત છે એ વિચાર કરી કર્મની આઠ મૂલ પ્રકૃતિ અને ઉત્તર અનેક પ્રકૃતિ પર વિચાર કરે તેને વિપાકવિચય ધર્મધ્યાન કહેવામાં આવે છે. આ ભેદમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ તથા ઉદ્વર્તનાદિ આઠ પ્રકારનાં કરણને વિચાર બહુ સૂક્ષમતાથી કરવામા આવે છે. દ્રવ્યાનુયાગની શ્રેષ્ઠતા કેટલી છે તે આ વિભાગપર વિચાર કરવાથી પ્રતીત થાય છે અને તેથી શાસનપર દઢ પ્રતીતિ થાય છે. આ વિભાગમાં નવ તત્વ પૈકી આશ્રવ, સંવર, બંધ અને નિર્જરા તત્ત્વ પર વિચારણુ સૂક્ષમ રીતે ચાલે છે. લેકવરૂપની વિચારણા, નરક, દેવસ્થાન, મનુષ્યલકનું સ્વરૂપ, તે મથે બાર દેવલેક, રૈવેયક આદિનાં સ્થાને, આકાર વિગેરે ચૌદ રાજલેક અને સિદ્ધ સ્થાન એ ઉપર ધ્યાન કરવું એ ચોથા સંરથાનવિચય ધર્મધ્યાનને વિષય છે. આ સંસ્થાનવિય ધર્મધ્યાનમાં નારકીનાં કલેશ, ક્ષેત્ર અને અધમ અસુરકૃત દુખે અને દેવનાં વિમાન આદિનાં સુખપર પુષ્કળ વિચારણા થાય છે અને પિસ્થ, પદરથ,