________________
R
આનંદઘનજીનાં પદ
[પદ ભાવ-આનંદઘનજીનાં પદમાં અવારનવાર જે સાખીઓ આવે છે તે બહુ અર્થઘટના યુક્ત અને ગંભીર આશયવાળી હવા સાથે કવિત્વનો અપૂર્વ ભાસ કરાવનારી હોય છે. સર્વ મળીને છ સાખી પદમાં આવે છે, પણ એનું પહલાલિત્ય અને અર્થગૌરવ અતિ અસકારક છે, તે પ્રત્યેક પ્રસંગે વિચારવાથી જણાશે. બહુધા દરેક સાખીમાં શ્લેષ, વિરોધાભાસ અથવા ઉભય અલંકાર મૂકવામાં આવ્યા હોય છે.
અનુભવ એટલે યથાર્થ સ્વરુપને અવબોધ. એના સંબંધમાં ચોથા પદમાં વિવેચન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી અનુભવજ્ઞાન જાગ્રત થતું નથી ત્યાંસુધી વસ્તુતવે કઈ પણ ધાર્મિક ક્રિયામાં કે કાર્યમાં રસ પડતું નથી. અનુભવજ્ઞાન ચગીનુ કર્તવ્યક્ષેત્ર છે. વ્યવહારના નજીવા અને મોટા સર્વ પ્રસંગમાં, વર્તનમાં અને ચલમાં તે એક એવા પ્રકારની સરખાઈ જુએ છે, એક એ મહાન નિયમ જુએ છે કે એને હર્ષ કે શોકના પ્રસગે અસર કરી શકતા નથી, એને વ્યગ્રતાની ઉપાધિ થતી નથી, એના મનની સ્થિતિસ્થાપકતા જ્ઞાનની અસર તળે બરાબર સર્વાવસ્થામાં જળવાઈ રહે છે. અનુભવના જ્ઞાનને લઈને તે સર્વ વસ્તુઓને અનાદિ સંબંધથી જુએ છે, એનું અવલોકનક્ષેત્ર એટલું વિશાળ થઈ જાય છે કે એ પ્રત્યેક કાર્યમાં બહુ વિશાળ દષ્ટિથી જોઈ શકે છે. એને વિષચેનું વિરસપણું, કષાનુ કલુષિતપણુ, ઇંદ્ધિનું પરપણું પ્રત્યક્ષ દેખાય છે અને ખાસ કરીને એને જીવને પગળ સાથે સંબંધ અને કર્મકૃત વિચિત્રાવસ્થા એવી પ્રત્યક્ષ દેખાય છે કે ગમે તેવા સાંકડા પ્રસંગમાં તે અસ્તવ્યસ્ત થઈ જતું નથી. આવા અનુભવજ્ઞાનીઓ કોઈ ઉપરાધ કરતા નથી, પોતે અભિમાન, કટ કે છળ કરતા નથી. તેઓ સમજે છે કે અન્ય ઉપર ધ કરવાનું કારણ શું હોઈ શકે? આવી રીતે વિશાળ ક્ષેત્રપર નજર કરવાથી પિતાના તથા અન્યના અરસ્પરસ કાયોને અને પિતાનાં જુદાં જુદાં વર્તનને તેને એ સતષકારક ખુલાસો મળી જાય છે કે તેના પ્રત્યેક કાર્યમાં એક જાતની મૃદુતા આવી જાય છે, એક જાતની સ્નિગ્ધતા આવી જાય છે, એક પ્રકારની મીઠાશ આવી જાય છે. એ કદાચ સાંસારિક કાર્ય કરે તો પણ એની ગૃદ્ધિ તાદાભ્યરૂપે કદિ જોવામાં આવશે નહિ, એ ધાર્મિક કાર્ય કરશે