________________
આનદાન અને બાલુ સંન્યાસી
૪૭ કાળા રંગને ગળાની પાછળની નાડીઓમાં ગુદા તથા પગના પાછળના ભાગમાં હોય છે, હૃદય, નાભી અને સર્વ સંધિસ્થાનમાં રહેલા સમાનવાયુ શ્વેત વર્ણને હોય છે, હૃદય, કંઠ, તાલુ અને મસ્તકમાં રહેલ ઉદાનવાયુ લાલ રંગનો હોય છે. ઉપર જણાવ્યું તેમ નાસિકા દ્વારા આકર્ષણ કરીને પૂરક અને રેચક પ્રાણાયામથી ગરમાગમને પ્રગટ થાય છે અને ઉદાનવાયુને હૃદયમાં સ્થાપન કરીને ઊંચે ચઢતાં રેવાથી તેનાપર જય થાય છે અને સમાનવાયુને જય પણ રેચક અને પૂરક પ્રાણાયામથી થાય છે. ત્વચા (ચામડી)માં રહેલ વ્યાનવાયુ મેઘધનુષ્યના જેવા રંગના હોય છે અને તેના પર જય કુભક પ્રાણુચામથી મેળવી શકાય છે. આ વાયુપર જય મેળવવાથી વ્યાધિઓને નાશ કરી શકાય છે અને ચોગગ્રમાં બતાવેલ છે તે પ્રમાણે કાળજ્ઞાન પણ થઈ શકે છે. પ્રાણવાયુને જય કર્યા પછી મનની સ્થિરતા પ્રાપ્ત કરવા સારૂ ધારણુને અભ્યાસ કરવાની જરૂરીઆત રહે છે તે વિધિ નીચે પ્રમાણે છે.
શુદ્ધ જગપર આસન કરીને પ્રથમ વાયુનુ રેચન કરવું, પછી ઈડા નાડીથી પગના અંગુઠાથી બ્રહ્મરંધ્ર સુધી પૂરક પ્રાણાયામને પ્રયોગ કરે, તે અંગુઠા, તળીયા, પાણિ, જંઘા, ઘુંટણ, સાથળ, ગુદા, લિંગ, નાભી, જઠર, હૃદય, કંઠ, જીભ, તાલ, નાસિકાને અગ્ર ભાગ, નેત્ર, ભ્રકુટી, કપાળ અને મસ્તકમાં પવનની સાથે મનને મેળવીને બ્રહ્મદ્વાર સુધી તેને ભર, પછી પાછો તેને અંગુઠા સુધી ઉતાર અને નાભી કમળમાં લાવી તેનું રેચન કરવું, એ ધારણના અગને પ્રયોગ કરતાં જ્યારે પવન અંગુઠા, પાળુિં, જંઘા, ઘુંટણ અને સાથળમા હેય છે ત્યારે તેનાથી શીધ્ર ગતિ અને બળ પ્રાપ્ત થાય છે, નાલીસ્થાનમાં હોય છે ત્યારે વરાદિ વ્યાધિને નાશ કરે છે, જઠરમાં હોય છે ત્યારે કાયાની શુદ્ધિ કરે છે, હદયરથાનમાં હોય છે ત્યારે શાનને વધારે કરે છે, જીભ, નાસિકા અને ચક્ષુમાં હોય છે ત્યારે રસ, ગંધ અને રૂપના જ્ઞાન માટે થાય છે, કપાળમાં હોય છે ત્યારે ધને ઉપશમ કરે છે અને બ્રહ્મદ્વારમાં હોય છે ત્યારે સાક્ષાત્ સિદ્ધસ્વરૂપનું દર્શન તેનાથી થાય છે.
• જુઓ ગરાસ પચમ પ્રકાશ બ્લેક ૨૭ થી ૩૫