________________
આનંદઘનજીના પદ
[પદ કહે છે. સર્વ ગાત્રામાં અમૃત પેઠે આનંદ આપનાર ચંદ્ર નાડી શુભ સૂચવનાર છે અને સૂર્ય નાડી (જમણી બાજુને પ્રવાહ) અનિષ્ટ સૂચવનાર છે. મહા સિદ્ધિ અને મોક્ષ આપનાર એગમાર્ગમાં વધારે કરનાર અથવા કરવા ઈચ્છનારને સુષુષ્ણુ નાડી બહુ હિત કરનાર છે. અસદય વિગેરે ઉત્તમ કાર્યોમાં ઈડ નાડી-ચંદ્ર સ્વર ઈષ્ટ છે અને યુદ્ધ, આહાર, સગાદિ દસ કાર્યમાં પિંગળા નાડી ઈષ્ટ છે.? કયા દિવસે કઈ નાડી પ્રશસ્ત અપ્રશસ્ત ગણાય, કયાં કાર્યો કરતી વખતે કઈ નાહી હાવી જોઈએ અને અમુક લાંબા વખત સુધી એક જ નાહીને પ્રવાહ ચાલ્યા કરે તે તેનું ફળ શું થાય અને છેવટે કાળજ્ઞાન, મૃત્યુસમયને નિર્ણય પણ નાડી સચારના જ્ઞાનથી કેવી રીતે થાય એ સંબધી બહુ લંબાણથી ઉલેખ ચાગના વિશેષ ગ્રથમા જેવામા આવે છે. જેઓને એ વિષયને અભ્યાસ કરવાની રૂચિ હોય તેમણે રોગશાસ્ત્રને પાંચમો અધિકાર ૨૧ મા શ્લથી વાંચ, તે જ હકીકત શુભચદ્રાચાર્ય વિરચિત જ્ઞાનાર્ણવ ગ્રંથના ૨૯ મા પ્રકરણમાં પણ વિસ્તારથી બતાવી છે અને ચિદાનંદજી મહારાજે તે વિષય પર “સ્વદયજ્ઞાનના નામથી એક પદ્યબધ લેખ ભાષામાં લખ્યું છે.
અત્રે પ્રસ્તુત વિષયને અંગે આપણે બાળભેળ ચેતન ઈડા અને પિંગલા નાડીને માર્ગ તજી દઈ સુષુણ્ણ નામની અને બાજુથી ચાલતી નાડી પર પિતાના એગમાર્ગનું ઘર ખાધે છે અને તેમા તે વાસ કરે છે. હકીકત એમ છે કે પ્રાણવાયુને તાલુરથી ખેચી અંદર ભરે તેને પૂરક કહે છે, નાભીના મધ્ય ભાગમાં કે તેને કુભક કહે છે અને ભરેલા પવનને અતિ પ્રયાસથી ધીમે ધીમે બહાર કાઢે તેને રેચક પ્રાણાયામ કહે છે. એક સ્થાનકેથી બીજા સ્થાનકપર-દાખલા તરીકે નાભીથી હદયમાં–વાયુનું આકર્ષણ કરવાના કાર્યને પ્રત્યાહાર કહેવામાં આવે છે અને એક સ્થાનપર ધારી રાખવાના કાર્યને ધારણ કહે છે. અથવા ઈદ્રિયાને વિષયથી નિવતવવી ઇષ્ટ વિષયના સંગપ્રસંગે તેપર રાગ અને અનિષ્ટ વિષયના સંગપ્રસંગે તેપર દ્વેષ ન થવા દેવે તેને પણ પ્રત્યાહાર કહેવામાં આવે છે. ઉપરોક્ત પ્રાણુવાયુના સ્થાન, વર્ણ, ફિયા અને બીજ જાણવાલાયક છે. અપાનવાયુ
* યોગશાસ્ત્ર પચમ પ્રકાશ બ્લેક ૬૧ ૪ સદર શ્લોક ૬૪