________________
[૫દ
આનંદઘનજીના પદ આવી રીતે પ્રાણુધારણના પ્રયોગ વખતે બ્રહ્મર સ્થાનમાં પવન સ્થિરતા પામે ત્યારે સાક્ષાત્ સિદ્ધનું દર્શન થાય છે અને તે વખતે એક અપૂર્વ નાદ સંભળાય છે, તે નાદનુ માધુર્ય એટલું સુંદર હોય છે કે તેનું સામાન્ય રીતે વર્ણન કરવું મુશ્કેલ છે. વળી તે નાદ અટક્યા વગર ચાલ્યા કરે છે અને અનુપમ શાંતિ સ્વરાજ્યમાં પ્રમોદ કરાવે છે, એને ગગ્રંથકારે અનાહત નાદ કહે છે. એટલા માટે આ ગાથામાં કહે છે કે સુષણ નાડીમાં સંચાર કરીને પછી જ્યારે પ્રાણવાયુને બ્રહ્મરપ્રદ્વારમાં શુદ્ધ આસન પર બેસી ધારણ કરવામાં આવે છે ત્યારે આ બાળભેળે સન્યાસી અનાહત નાદ સાંભળે છે.
જૈન ચગાચાર્યો કહે છે કે પ્રાણાયામથી શરીર આરોગ્ય અને કાળજ્ઞાન થાય છે પણ મન સ્થિરતાને પામતું નથી તેમજ પ્રાણુના પૂરણ, રેચન, કુભકમાં પરિશ્રમ થાય છે અને તેથી મનને ઉલટું વિક્ષેપ પમાડનાર હોવાથી મોક્ષપ્રાપ્તિમા તે વિઘરૂપ છે. આટલા માટે ઈદિમાંથી મનને ખેંચી લઇને અને વિષય ઉપર વિરક્ત બુદ્ધિવાળા થઈને ચિત્તને ધર્મધ્યાનમાં નિશ્ચળ કરી દેવું અન્યત્ર પણ કહ્યું છે કે જે ગી સસારના દેહભેગથી વિરક્ત હય, જેના કષાય મંદ પડી ગયા હોય, જે વિશુદ્ધ ભાવ યુક્ત હય, વીતરાગ હોય, જિતેન્દ્રિય હોય એવા રોગીને માટે પ્રાણાયામ પ્રશસા કરવા લાયક નથી.' ધારણામાં મન જ્યારે એક સ્થાનપર, દાખલા તરીકે બ્રહ્મરંધમાં, રિથર થાય છે ત્યારે તેથી કેટલીક પ્રતીતિઓ થાય છે. અનાહત નાદ સંભળાય છે એમ જે કહ્યું તે પણ એક પ્રકારને સ્વર છે. જો કે તે સ્વહિપત હેવાથી બાહ્ય વનિરૂપ નથી. રોગ સાધનારને જે શબ્દ ઈષ્ટ હોય તે સ્વર સંભળાય છે. રોજ લોક વિચારનારને તે સ્વર સંભળાય છે અને અા અક વિચારનારને તદનુસાર સ્વર સભળાય છે. આ અનાહત નાદ શ્રવણની હકીકત એગના બીન અનુભવીને બહુ મહત્વવાળી લાગે છે પણ ગાભ્યામીઓ એ હકીક્ત તે
ગમાર્ગના પ્રથમ પગથીઆરૂપ જ ગણે છે અને તેમાં એટલી બધી વિશેષતા દેખતા નથી
* ચગશાસ્ત્ર છો પ્રકાશ પાક ૪-૬ શાનાર્ણવ પ્રકરણ ૩૦ વ્હક ૮ મે