________________
છઠ્ઠ 3 આનદાન અને બાલુડે સન્યાસી.
૪૩ તે એમાં ઉપયોગ વિવેક વિચારણને પણ આવિર્ભાવ થશે, એના વિચારમાં, એની ભાષામાં, એની કાર્યપ્રણાલીમાં એક એ ભાવ પ્રગટ થાય છે કે જે સામાન્ય વ્યક્તિઓમાં કદિ જણાતું નથી.
આવા પ્રકારને આત્માનુભવ પ્રાપ્ત કરવામાં જે રસી થયે હોય તેનું અમે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું વૃત્તાંત સાંભળ્યું છે. અનુ"ભવીની વાત ઉપર જણાવી તેવી છે. તે મનસા, વચસા અને કર્મણા. એક સરખા હોવાથી તેની છાપ સામા મનુષ્ય ઉપર બહુ સારી પડે છે. અનુભવજ્ઞાનમાં જે રસીઆ હોય તેની વાત પણ અમે એવી અજબ જેવી સાંભળી છે. જે વસ્તુમાં કે વિષયમાં રસ પડે તેમાં આનંદ આવે છે તેથી અનુભવરસિકનું વૃત્તાંત એવા પ્રકારનું આનંદઘનજી મહારાજે સાંભળ્યું એ બરાબર યુક્ત છે. આનંદઘનજી જેવા ચગી પણ કહે છે કે તેમણે અનુભવરસિકનું વર્તન કેવું હોય તે સાંભળ્યું છે અને તેવું અનુભવજ્ઞાન પિતાને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. એ વચનથી નમ્રતા બતાવી છે. પિતામાં અનુભવજ્ઞાન જાગ્રત થયું છે એમ માનીને તેઓ ચાલતા નથી.
વેદ ત્રણ છે. તે ઉદયમાંથી નવમા ગુણસ્થાનકે જાય છે અને સત્તામાંથી પણ નવમા ગુણસ્થાનકે જાય છે. નિર્વેદી તે કેવલી ભાગવાન્ સગી ગુણસ્થાનકે વર્તનારા સમજવા. અનુભવજ્ઞાનને મહિમા નિર્વેદી વેદન કરી શકે છે, જાણી શકે છે અને વળી તે એવી રીતે જાણી શકે છે કે એ જ્ઞાનને અત ન આવે, અનંત જ્ઞાનપ્રાપ્તિમાં અનુભવજ્ઞાનપ્રાપ્તિ પણ સમાઈ જાય છે. અનુભવજ્ઞાનને પ્રકાશ તે ચતુર્થ ગુણસ્થાનથી પડવા માંડે છે, પણ તેમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતી જાય છે. અત્રવેદી શબ્દપર શ્લેષ છે. જેને વેદ નથી તે વેદન કરે છે એ ભાવ ઉપર સમજાવ્યા છે. સમયસાર નાટકમાં કહે છે કે –
વસ્તુ વિચારત દશાવતે, મન પામ વિશ્રામ
રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ ચાકે નામ' * ક્ષપકવાળાને નવમે ગુણકાણે જાય છે ઉપશમવાળાને તે ૧૦ મે ૧૧ મે પણ રહે છે, જતા જ નથી.