________________
છઠ્ઠ 3 આનંદઘન અને બાલુડે સન્યાસી.
૪૧ એક વખત વિચારણામાં આવી જશે એટલે પછી તે સંબંધી વિશેષ ચર્વણ થતું જશે અને છેવટે ઉત્ક્રાન્તિમાં બહુ માટે લાભ થશે. આ ભાવને જાણવાનો પ્રયાસ થતા બીજા સર્વ ભાવે સ્વાભાવિક રીતે જ સમજાઈ જશે. એક જગપર શાસ્ત્રકાર કહે છે કે
एको भाव. सर्वभावस्वभाव , सर्व भावा एकभावस्वभावा ।
को भावस्तवतो येन बुद्ध, सर्वे भावास्तवतस्तेन युद्धा. ॥ આત્માને એક જ્ઞાનભાવજ એટલે વિશાળ છે કે એનું યથાર્થ સાન થાય તે બીજા સર્વ ભાવે તેમાં પ્રતિબિંબિત થઈ જાય. એક ભાવ સર્વ ભાવના સ્વભાવરૂપ છે, અને સર્વ ભાવે એક ભાવના સ્વભાવરૂપ છે, તેટલા માટે જે એક ભાવને બરાબર અભ્યાસ કરે છે તે સમસ્ત ભાવેને જાણે છે એમ સમજવું. આટલા માટે આત્મજ્ઞાન અને ખાસ કરીને આત્માના જ્ઞાનગુણ જે એક ભાવ જે બરાબર સમજવામાં આવે તે ઘણું લાભ થાય એ કહેવાની જરૂર રહેતી નથી. આટલે સામાન્ય લેખ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા તરફ પ્રેરણું કરે, તેને માટે તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરે અને તે તફ રૂચિ પ્રગટાવે એ હેતુથી લખવામાં આવ્યું છે. વિષયની ગંભીરતા પ્રમાણે તેના પર એક આ ગ્રંથ લખાય તે પણ તેમાં બહુ વક્તવ્યતા રહે એ તે ઉપર ઉપરથી વાંચનાર પણ સમજી શકે તેમ છે.
પદ ૬ -સાખી. *आतम अनुभव रसिक को, अजव सुन्यो विरतंत; निर्वेदी वेदन करे, वेदन करे अनंत.
આત્મ સ્વપના યથાર્થ જ્ઞાનના રસીઆ સંબધી અમે આશ્ચર્યકારક હેવાલ સાંભળ્યું છે. વેદ રહિત કેવલી ભગવાન તેને વેદી–જાણું શકે છે (અને વળી) તેઓ અંતરહિતપણે જાણી શકે છે.'
* રસિકરસીઆ અભઆશ્ચર્યકારક વિરતત=રાત, હકીકત, નિરીરહિત સ્ત્રી પુરૂષ નપુસક વેદ રહિત એટલે કેવલી ભગવાન વેદન–જણ તે અનતાપાર