________________
પાંચમુ.] આદધનજી અને નટનાગર
૩૯ “(ઈ) પરમાત્માને સર્વવ્યાપી અને સર્વજ્ઞ માને છે અને તેની સત્તા જૂદી માને છે, પણ આનંદઘનરૂપ ભગવાનના વચનામૃતના રસને તે તે જ (નટનાગરની બાજીને જાણનાર જ જાણે છે. જે જ્ઞાને કરી સર્વ માને અને આત્મદ્રવ્યને જૂદો માને તે પરમાર્થ પામે છે.”
ભાવ-વેદાન્તીઓ પરમાત્માને સર્વવ્યાપી અને સર્વજ્ઞ માને છે. એ જળમાં, સ્થળમાં, પર્વતના માથા ઉપર અને જગલમાં સર્વ જોએ પરમાત્મા વ્યાપી રહ્યા છે એમ માને છે અને તેની સત્તા ન્યારી છે, જુદી છે એમ માને છે તેઓ તત્વજ્ઞાનનું ખરું રહસ્ય પામતા નથી. એ જ વાકયને જેઓ બરાબર સમજે છે તેઓ પરમાર્થ સમજી શકે છે. અપેક્ષાએ તેઓ આત્માને સર્વવ્યાપી માને છે એટલે એને સર્વ વસ્તુને બોધ કેવલ્યદશામાં પ્રત્યક્ષ રીતે થાય છે તેથી તદક્ષિયા તેને સર્વવ્યાપી માને છે તે નયાપક્ષી જ્ઞાન થયું. વળી પક્ષ જ્ઞાનથી પણ જ્યારે તે સામાન્ય જીવને સર્વ વસ્તુને સામાન્યપણે બંધ થાય છે ત્યારે તે આત્માને સર્વ વસ્તુ સાથે સબંધ વિચારી તેને ખ્યાલ કરે છે, તેનું નિરીક્ષણ કરે છે અને તેના રસનું આસ્વાદન કરે છે એટલે તેને તપેક્ષા સર્વવ્યાપી કહી શકાય, પરતુ પરમાત્મદશામાં તેની સત્તા તે ન્યારી જ રહે છે, ભડકામા તણખો મળી જાય છે એમ માનનાર ભ્રમણામાં પડે છે. સિદ્ધસ્થાન એક જ છે, પરંતુ ત્યાં પણ વ્યક્તિત્વ તે દરેક આત્માનું સ્વતંત્ર રહે છે, અવગાહના જાદી જ પડે છે એમ તે જાણે છે એટલે કે આ જીવ શ્રીવીરને, આ ગૌતમ સ્વામીને, આ આદિનાથ ભગવાનને એમ અલગ અલગ સત્તા તે મોક્ષમાં પણ રહે છે. આવી ન્યારી સત્તા દરેક આત્માની સિદ્ધ દશામાં સમજે અને સર્વવ્યાપીપણાને ખોટે ખ્યાલ મડી દે અને તેમ કરી આનંદસમૂહરૂપ ભગવાનના વચનામૃતનું પાન કરે ત્યારે તે પ્રાણી પરમાર્થ-વસ્તુતત્વના રહસ્યને જાણે અને પ્રાપ્ત કરે.
વેદાંતના મત પ્રમાણે માયાથી ભિન્નતા દેખાય છે પણ સર્વને અભેદ છે એ વાદમાં એટલે કે અતિ વાદમાં વિરોધ બહુ આવે છે. એમાં ઈશ્વરકત્વ તે રહેતું નથી અને તેથી જ શાંકર ભાગ્યમાં કર્તુત્વનું ખંડન શકરાચાર્ય કર્યું છે. આ પ્રમાણે હોવાથી તેનું પરિણામ શુન્યવાદમાં