________________
૩૮
આનંદધનજીના પદે.
[પદ પિતાના મતમાં આસક્ત હોય તે તેને સમજાવી શકતા નથી, બતાવી શકતા નથી, જઈ શકતા નથી સત્યને સત્ય ન માનતા પાતાનું સત્ય માનવા૫ મતના આગ્રહમાં જે મસ્ત બની ગયા હોય તે તેને કેવી રીતે દેખી શકે? આ જ મહાત્મા અભિનંદન સ્વામીના સ્તવનમાં કહે છે કે
અભિનંદન જિન દરશન તરસીએ, દરશન દુલૅભ દેવ; મત મત રે જે જોઈ પૂછીએ, સહુ થાપ અહમેવ અહિe સામાન્ય કરી દરશન દેહવું, નિરણય સકલ વિશેષ, મદ ય ર ધ હિમ કરે, રવિ શશિ ર૫ વિલેખ. અભિ
જે પોતાના મતમાં મસ્ત હોય તે તેને એક સ્વરૂપે જ જુએ છે. તેથી કેઈ તેના કતી ઇશ્વરને માને છે, કેઈ તેનામાં અને ઈશ્વરમાં અભેદ જુએ છે, કેઈતેને ઈશ્વરાંશ માને છે. કેઈ પુરુષ પ્રકૃતિને ભેદ પાડી તેને પ્રકૃતિ યુક્ત માને છે, કે તેને ક્ષણિક માને છે, કેઈ તેને માનતા જ નથી, તે છે એમ જોઈ પણ શકતા નથી, એક નયની અપેક્ષા લઈ તેને એક જ આકારમાં કેટલાકે જુએ છે, પણ તેનું સામાન્ય સ્વરૂપ સર્વ નય ધ્યાનમાં લઈ ગુણ પર્યાયના વિવેચનપૂર્વક, સમભગી આદિ પ્રમાણુઝાન અને નયજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાન સાથે જાણનાર વિરલ પ્રાણી હોય છે.
આ પદ આનંદઘનજી મહારાજનું વિશિષ્ટ ધાર્મિક જ્ઞાન બતાવી આપે છે, જેઓએ નયજ્ઞાનનું સ્વરૂપ અથવા સમુચચે જૈન તર્કપરિફાન બહુ અવકન કરીને કર્યું હોય તેઓ સમજી શકશે કે એ મહાત્મા ઉપર ઉપરના જ્ઞાનવાળા શુષ્ક અધ્યાત્મી નહેાતા, પણ વિશિષ્ટ બાધવાળા અને વરતુની ઉંડાઈએ જનારા તીવ્ર બાધ સાથે વિવેકપૂર્વક વર્તન કરનારા મહાત્મા હતા. હિત વિવાદે હે ચિત્ત ધરી જઈએ, અતિ દુરગમ નયવાર એ વાક્ય લખનાર નયવાદના રહસ્થને પદના આકારમાં અદભુત રીતે ઉતારી શકયા હતા એ હકીકત સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. છેવટે એ મહાત્મા કહે છે કે –
सवमयी सरवंगी माने, न्यारी सत्ता भावे ।
आनंदघन प्रभु वचन सुधारस, परमारथ सो पावे. अवधु० ४ - સર્વમયી સર્વવ્યાપી સરવગી=સવિલ ન્યારીસાલી ભાવે માને સુધારસ અમૃતરસ પરમારથ રહસ્ય સેણે પાવે પ્રાપ્ત કરે