________________
૩૦
આદધનજીના પદો
જાહાં નથી તેથી એકના અનેક અને અનેકમાં એકનું ભાન રહે છે એવી અનુપમ બાજી આ અવધુએ માંડી છે.
એકનાં અનેક રૂપ ગુણ પર્યાયથી થાય છે તેના સંબંધમાં વિશેષ રાતે બતાવે છે. પાણીના અનેક તરંગે સવારથી સાંજ સુધી થાય છે. દરિયામાં કે તળાવમાં જેવાથી તેની પ્રતીતિ થાય છે, છતાં પણ જળ તે જળ જ છે, તરંગથી તેના જુદા જુદા અનેક આકાર દેખાય છે, છતાં તેનું જલત્વ તે કાયમ રહે છે, તેવીજ રીતે મારીને ઘડે બને છે, કાઠી બને છે, માટલું બને છે, છતાં માટી તે એકની એકજ છે. અત્ર માટી તે ઉદર્વતા સામાન્ય શકિત સમજવી. કાળાદિકના પ્રયોગથી સર્વ ઘટ પદાર્થમાં આ ઘટ છે આવી પ્રતીતિ તે એકની એકજ રહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિમાં દેશભેદે એક જ જણાય તે તિર્યસામાન્ય શક્તિ કહેવાય : અનેકાળ અનુગત આકારણે પ્રતીતિ ઉપજે તે ઉર્વ સામાન્ય શક્તિ કહેવાય પ્રત્યેક દ્રવ્યમાં આ બન્નેમાંથી એક સામાન્ય અવશ્ય હોય છે. તેવી જ રીતે સૂર્યનાં કિરણે અનેક દેખાય છે, તે સર્વવ્યક્તસ્વરૂપ છે, પણ જુદી જુદી દિશાએ ગમન કરવાવાળા હેઈને વિચિત્ર છતાં સૂર્ય તરીકે એકરૂપ છે. તેથી સમજાય છે કે આવા જળના તરંગ, માટીના ઘડાઓ અને સૂર્યનાં કિરણે અનેક દેખાય છે, છતાં તેઓનુ અસલ મૂળ રૂપ એક છે, તરગામાં જળત્વ સામાન્ય છે, ઘટેની માટી એક જ છે અને કિરણરૂપ વ્યક્ત પદાર્થોનું મૂળ કારણુ રવિ-સૂર્ય છે, તેમ જીવના અનેક ગુણ પર્યાયનું ભાજન જેનું રૂપ ત્રણે કાળમાં એક સરખું રહે છે, જેમાં અવાંતર શેર કેઈચાલી શકતે નથી તેવું આત્મહત્વ તે એક જ છે અને તે ગુણ પર્યાયને લઈને અનેક રૂપે વ્યક્ત થાય છે, પણ તે અનેક રૂપોમાં એકત્વ તે રહેલું જ હોય છે. આવી રીતે એકને અનેક રૂપે બતાવે છતાં પિતે નાટક કરતી વખતે પણ એકને એકજ રહે એ જે હથિયાર નાટકીઆને સ્વભાવ છે તે અવધુ નટનાગર બહુ સારી રીતે બતાવી આપે છે. તેને સમજાવે એ સાધારણ સમજણવાળાનું કામ નથી, એને માટે બહુ ધીરજ, સુશિયારી અને ખેત જોઈએ