________________
૧૬
આનદધનજીનાં પદે સ્તિકાય દ્રવ્યમાં સ્વભાવે અગુરુલઘુ પર્યાયની અને પરભાવે ગામન અને સ્થિતિ કરનારને અનુક્રમે સાહાધ્ય દેવાની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય અને પ્રવત્વ સિદ્ધ થઈ શકે છે. એવી રીતે આકાશ દ્રવ્ય પણું એક સમયે ત્રણે પરિણામે પરિણમે છે અને કાળ દ્રવ્ય તે વ્યવહાર ઉપચરિત દ્રવ્ય હોવાથી પુલના ઉત્પાદાદિને આધારે તેના ઉત્પાદાદિ લેવા ચગ્ય છે. જીવ દ્રવ્યમાં કર્મવૃત સ્થિતિમાં તે અનેક પ્રકારની ગતિ આદિથી ઉત્પાદ વ્યય થયા કરે છે અને જીવત્વ આત્મત્વ સ્થિર છે તે સમજાય તેવું છે. સિદ્ધદશામાં પણ ઉત્પાદાદિ થયા કરે છે તે હવે વિચારીએ. વતુગતે મૂળપણે રેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમન થાય તે પૂર્વ પર્યાયના ભાસનને વ્યય અને અભિનવ સેય પર્યાયના શાસનને ઉત્પાદ તથા જ્ઞાનપણનું યુવત્વ, એવી રીતે સર્વ ગુણના ધર્મની પ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદ ચય શ્રીસિદ્ધ ભગવતમાં પણ થઈ રહ્યો છે. એ હકીક્તને હજુ વધારે સાદા આકારમાં રજુ કરીએ તે સ્પષ્ટ સમજાશે. સિદ્ધદશામાં એક સમયે વિશેષની મુખ્યતાવાળો ઉપગ અને બીજે સમયે સામાન્યની મુખ્યતાવાળે ઉપયોગ થાય છે. જ્યારે સામાન્યની મુખ્યતાવાળા ઉપગ હોય ત્યારે વિશેષવાળા ઉપયોગને વ્યય થાય છે અને સામાન્યવાળા ઉપગને ઉત્પાદ થાય છે, છતાં ઉપચાગગુણ તે સ્થિર જ છે. સામાન્ય વિશિષવાળાની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે, તેથી સિદ્ધ મહાત્મા રિથર છે છતાં પણ ઉપયોગની અપેક્ષાએ ઉપજે છે અને વિષ્ણુએ છે જે પયયનું ભાસને થયું તેરૂપ ઉત્પાદ અને તે પર્યાય પલટવાથી અન્ય પર્યાયનું ભાન થવું તે પ્રથમ ભાસિત પર્યાયનો વ્યય-એ પ્રત્યેક સમયે સિદ્ધદશામા પશુ થયા કરે છે.
આવી રીતે એક સમયમાં જીવ ઉપજવાને સ્થાને સ્થિર થઈ જાય છે છતાં ત્યાં પણ તેના ઉત્પાદ અને વ્યય થયા કરે છે, સામાન્ય અને વિશેષ ઉપયાગરૂપે અવાંતર ઉત્પાદ અને વ્યય અનુક્રમે થયા કરે છે. આથી જેઓ આત્માને એકાંત નિત્ય માને છે તેઓના મતની સમીક્ષા થઈ ગઈ અને અત્ર સ્પષ્ટ રીતે બતાવ્યું કે સિદ્ધદશામાં ઉપજવા વિણસવાપણું નથી, ત્યાં પણ તેને ઉત્પાદ અને વ્યય તે થયા કરે છે અને છતાં સિદ્ધત્વમાં સ્થિરતા છે. અને તદ્રુપ