________________
પાંચમુ પદ. એક જ સમયમાં મોક્ષમાં પહોચી જાય છે, એટલે જે સમયે અહીંથી દેહને ત્યાગ કરે છે તે જ સમયે સિદ્ધદશામાં ઉત્પન્ન થાય છે અને જે અન્ય ભવ કરવા હોય તે જે સમયે અહીં કાળ કરે છે તેને બીજે સમયે અજુ ગતિથી અન્ય ગતિમાં ઉપજી આહાર લે છે, અને જે વક્ર ગતિ કરે છે તે ત્રીજે, ચોથે, પાંચમે સમયે તેમ કરે છે, પરંતુ સિદ્ધાત્મા તે તે જ સમયમાં સ્વાસ્થાનકે પહોચી જાય છે. એક્ષસ્થાનકને અજર અમર કહેવામાં આવે છે એટલે ત્યાં જન્મ જરા મૃત્યુ નથી છતા આનંદઘનજી મહારાજ કહે છે કે એક જ સમયમાં મોક્ષમાં સ્થિરતા પામી જાય છતાં પણ ઉપજવું અને વિનાશ પામવું એ તે તેને રહ્યા જ કરે છે. સર્વે દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું છે અને તે જ અમુક વસ્તુનું દ્રવ્યત્વ સિદ્ધ કરી આપે છે.
હવે આ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણુથી દ્રવ્યત્વ કેવી રીતે સિદ્ધ થાય છે તે બતાવવા સારૂ વિવેચન કરીએ. દરેક દ્રવ્યમાં છ સામાન્ય ગુણ છે. અસ્તિત્વ, વરતુવ, દિવ્યત્વ, પ્રમેયત્વ, સત્વ અને અગુરુલઘુત્વ. સર્વ દ્રવ્ય પિતાના ગુણ પર્યાયથી હરિત ભેગવે છે તે અસ્તિત્વ, જેમાં ગુણ અને પચિ રહે તે વસ્તુ-દ્રવ્ય, તે સર્વ દ્ર એકઠાં એક ક્ષેત્રમાં રહ્યાં છે તે વસ્તુ, પ્રત્યેક દ્રવ્ય તિપિતાના ગુણથી યુક્ત છે તે દ્રવ્યત્વ, પ્રત્યેક દ્રવ્ય અમુક પ્રમાણેથી જાણું શકાય છે તે પ્રમેયત્વ, પ્રત્યેક દ્રવ્ય એક સમયમાં ઉપજે છે, વિષ્ણુએ છે અને સ્થિર પણ છે તે સવ અને દરેક દ્રવ્ય પરાણ હાનિ વૃદ્ધિ પામે છે તે પિતપોતાની અપેક્ષાએ ગુરૂ લઘુ નથી માટે અથવા તેવી જાતના પૂર્વ ધર્મો તેમાં છે તે અગુરુલઘુત્વ. દરેક દ્રવ્યના આ સામાન્ય ગુણે પૈકી સવગુણ ઉપર જરા વિશેષ વિવેચન કરવું પ્રસ્તુત છે. તવાર્થમાં કહ્યું છે સ્વાધ્યાયુવા એટલે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ ત્રણ ગુણે કરી ચુક્તપણુ તે જ અમુક વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ન હોય તે સત્ કહી શકાય નહિ. મૃત્તિકારૂપ દ્રવ્ય હોય તેને ઘટ બનાવીએ ત્યારે તે ઘડાની ઉત્પત્તિ થઈ કહેવાય છે, તેના પ્રદેશે ઓછા થયા કરે અથવા ઘડે પુટી જાય તે વ્યય છે પણ મૃત્તિકા તરીકે અથવા પહલ તરીકે તે નિરંતર રહે છે એ ધ્રુવ છે. ધર્માસ્તિકાય, અધર્મ