________________
બીજું પદ. શા માટે બજાવે છે? માટે હવે તારા પ્રયાસથી વિરમ, નકામે શ્રમ બંધ કર. અત્ર પાઘડી શદપર શ્લેષ છે. એ માથે બાંધવાના વસ્ત્ર ઉપરાંત એની વ્યુત્પત્તિ ઘડિને ચે ભાગ બતાવે છે. મનુષ્ય પા ઘડિ સૂચવનાર વસ્ત્ર તે પિતાને માથે જ રાખે છે, ત્યારે તે કાંઈ વધારે બતાવવા માગતા હોય તે પળ–વિપળી બતાવવા સારૂ ઘંટ વગાડ. ઘડિ વગાડવાને તારે પ્રયાસ તે નકામે છે, વગર અર્થને છે, ફેકટ છે. તું ચૌદસે ને ચાલીશ સેકન્ડ અથવા છત્રીશસેં વિપળથી બનતી ઘડિની આખરે ખબર આપે છે કે એક ઘડિ પસાર થઈએ બહુ દી વખતને છેડે પ્રયાસ છે અને તે અંતર બહુ વિશાળ છે. આ વખતની કિમત સમજવી ખાસ જરૂરી છે. વખત એ પૈસે છે, ગયે વખત ફરીને આવતા નથી, માટે લોન વ રોડ પ્રતાના પાત્ર મૃત્યુએ એટલી પકડી રાખી છે એમ સમજી ધર્મઆચરણ કરવું જોઈએ.” આ પ્રાણું તે સંસારની ખટપટમાં, ધન કમાવામાં અને મજશોખ કરવામાં કલાકના કલાકે પસાર કરી દે, દિવસના દિવસે ચલાવી લે, કરવા ચોગ્ય કાર્ય એક પણ ન થાય, આત્મસંપત્તિ પ્રાપ્ત કરવાના કાર્યમાં વધારો કરવાને બદલે ઘટાડો થાય, સાંસારિક ઉપાધિઓનું સ્વરૂપ જાણવા છતાં તેના તરફ અતિ આકર્ષણ થયા જ કરે, શુભ સવાર ફ્લિાઓ કરતી વખત પ્રમાદ થાય એ મૂઢપણું –બાવરાપણું જ બતાવે છે. ઘડિયાળી ઘડિ વગાડે છે તેને આનંદઘનજી મહારાજ મૂઢ કહે છે, કારણ મનુષ્ય તે પાઘડી માથે પહેરીને પા ઘડિની પણ અસ્થિરતા ચિતવે છે એવી માન્યતા છે, પણ આ જીવના તે મહિનાઓ, વરો અને આખી જીદગી ખરા ચિતવન વગર ચાલી જાય છે તે પછી બાફેરાપણું ઘડિયાળીનું કહ્યું તે આ જીવને કેટલું ઘટે છે તે વિચારે ઘડિયાળીનેં ઉદ્દેશીને કહેલી હકીક્ત વિચારી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જરાપણુ વખત ન ખેતાં, પ્રમાદને ત્યાગ કરીને સ્વરૂપાનુસધાન જેડી.
केवळ काल कला कले,* वै तु अकल न पावे अकल कला घटमें घरि, मुज सो घरि भावे. रे घरि. २
લે ને બદલે કરે એ પાઠાંતર દેખાય છે અર્થ પ્રસિદ્ધ છે. ૨ કેવળ=માત્ર કલે પ્રયાસ કરે છે વ=પણ અલગ્ન કળી શકાય તેવી ઘટએ= અંતરમાં. ભાવ=પસંદ આવે છે